શુ દિલ્હીના ડોક્ટરોની ફોજ ગુજરાત માટે સંકટમોચન બનશે? આંકડો તો 7403 પર પહોંચી ગયો છે...
ગુજરાતના કોરોના વાયરસના નવા કેસ અંગે માહિતી આપતા આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ જણાવ્યું કે, રાજ્યમાં આજે 390 પોઝિટિવ કેસ નોંધાયો છે. તો આજના કુલ 24 મૃત્યુ નોંધાયે છે. રાજ્યમાં આજે 163 લોકોને ડિસ્ચાર્જ અપાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 1872 ડિસ્ચાર્જ નોંધાયા છે. મૃત્યુ દરમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકાર ચિંતિત છે. કોરોના વાયરસ સામે કેન્દ્ર સરકાર દ્વારા નિષ્ણાત લોકો ખાસ વિમાન માર્ગે આજે રાત્રે અમદાવાદ આવશે. આવતીકાલ સાંજ સુધી દિલ્હીની ટીમ અમદાવાદ રહેશે.
હિતલ પારેખ/ગાંધીનગર : રાજ્યમાં આજે 390 પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંકડો 7403 પર પહોંચી ગયો છે. તો અમદાવાદમાં 269 કેસ નવા નોંધાયા છે. તો આજના કુલ 24 મૃત્યુ નોંધાયે છે. રાજ્યમાં આજે 163 લોકોને ડિસ્ચાર્જ અપાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 1872 ડિસ્ચાર્જ નોંધાયા છે. મૃત્યુ દરમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકાર ચિંતિત છે. કોરોના વાયરસ સામે કેન્દ્ર સરકાર દ્વારા નિષ્ણાત લોકો ખાસ વિમાન માર્ગે આજે રાત્રે અમદાવાદ આવશે. આવતીકાલ સાંજ સુધી દિલ્હીની ટીમ અમદાવાદ રહેશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 14 લાખ 5387 કુલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજના દિવસે 4834 ટેસ્ટ કરાયા છે.
રાજ્યમાં કુલ કેસ : 7403
રાજ્યમાં કુલ મોત : 448
રાજ્યમાં કુલ સ્વસ્થ : 1872
આજના નવા કેસ
નવા 390 કેસમાંથી અમદાવાદમાં નવા 269, વડોદરા-સુરતમાં 25, અરવલ્લીમાં 20, ગાંધીનગરમાં 9, બનાસકાંઠામાં 8, ખેડા-જામનગર-સાબરકાંઠામાં 7, પંચમહાલ 6, બોટાદ 3, ભાવનગર-આણંદ-ગીર સોમનાથ-મહી સાગરમાં 1 કેસ નોંધાયો છે.