ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં આજે કોરોના કેસમાં સામાન્ય ઘટાડો નોધાયો છે. આજે રાજ્યમાં કોરોનાના 842 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 598 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.66 ટકા થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5714 એક્ટિવ કેસ છે. જેમાંથી 08 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5706 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,31,813 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,960 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


રાજ્યમાં કોરોના વાયરસના આંકડા
જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 244 કેસ નોંધાયા છે, જ્યારે મહેસાણા 106, વડોદરા કોર્પોરેશનમાં 69, સુરત કોર્પોરેશનમાં 42, ગાંધીનગર 39, સુરત 38, કચ્છ 33, પાટણ 29, રાજકોટ કોર્પોરેશન 26, ભાવનગર કોર્પોરેશન 24, બનાસકાંઠા 23, ગાંધીનગર કોર્પોરેશન 22, આણંદ 18, અમરેલી 17, વડોદરા 17, પોરબંદર 13, નવસારી 12 એમ કુલ 842 કેસ નોંધાયા છે.  


ગુજરાતના રસીકરણના આંકડા
જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 72,128 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 427 ને રસીનો પ્રથમ અને 1378 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 50 ને રસીનો પ્રથમ અને 311 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 7615 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 421 ને રસીનો પ્રથમ અને 246 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 61680 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,37,64,333 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube