ઝી બ્યુરો/વલસાડ: રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે, તો બીજી બાજુ બોટાદ, અમરેલીના જાફરાબાદ બાદ વલસાડની કોલેજ ખાતે કોવિડ ગાઈડલાઇન્સના ધજાગરા ઉડ્યા છે. વલસાડમાં ABVPના કાર્યકર્તાઓએ કોલેજમાં ફ્રેશર્સ પાર્ટી આપી હતી, જેમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડ્યા છે. ABVPના કાર્યકર્તાઓએ વિદ્યાર્થીઓને એક જ હોલમાં ભેગા કર્યા હતા. ABVPની એક ભુલ કોરોનાના કેસોમાં વધારો લાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે વલસાડ Abvp ની ફ્રેશર્ર પાર્ટીમાં કોરોનાને નચાયો છે. અહીં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ગરબા રમ્યા હતા. સોશિયલ મીડિયામાં વિધાર્થીઓનો ગરબા રમતાનો વીડિયો સામે આવ્યો છે. એક તરફ હોલમાં અંદર ભીડ તો બીજી તરફ કોરોનાને આમંત્રણ આપતા ગરબા રમાઈ રહ્યા છે. 


સંઘપ્રદેશ દમણમાં 31stની પાર્ટીનું આયોજન કરતા હોય તો કેન્સલ કરી દેજો, પોલીસ હેરાન નહીં કરે પણ....


Abvp દ્વારા રાખવામાં આવેલી ફ્રેશર્ર પાર્ટીમાં એક તરફ કોરોના સંક્રમણ વધી રહ્યું છે તો બીજી બાજુ 1500થી વધુ વિધાર્થીઓને એક જ હોલમાં ભેગા કરાયા છે. કોરોના મહામારી અને રાજ્યમાં વધતા કેસની વચ્ચે વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્ટ અને માસ્કનું ભાન ભૂલ્યા છે. 



હવે આ ઘટનાને જોતા લોકોના મનમાં અનેક મોટા સવાલો ઉભા થાય છે, જેમાં મોટા નેતાઓમાંથી વિદ્યાર્થી પાંખ પણ આવું શીખે છે? કેમ કોરોનાના ભયાનક ભણકારા વચ્ચે આવા તાયફા કરવામાં આવી રહ્યા છે? હજારો વિદ્યાર્થીઓને ભેગા કરવા કેટલા અંશે યોગ્ય છે? આ વિદ્યાર્થીઓ સંક્રમિત થાય તો તેની જવાબદારી કોની રહેશે? આ ઘટના બની ત્યારે રસ્તા પર મેમો ફાડતી વલસાડની બાહોશ પોલીસ ક્યાં છે? જેવા અનેક સવાલો ઉભા થયા છે. 


અમદાવાદમાં માસ્ક નહીં પહેરનારા ચેતી જજો, પોલીસ કરી રહી છે આવી મોટી કાર્યવાહી  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube