• 54 દિવસ બાદ રાજકોટમાં મૃત્યુ આંક ઘટ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 7 દર્દીના મોત થયા

  • રાજકોટમાં ત્રણ માસમાં હર્ડ ઇમ્યુનિટી આવી જવાની સંભાવના છે. 40 હજાર દર્દીઓ કોરોનાથી સાજા થવાથી કુદરતી એન્ટીબોડી જનરેટ થઈ


ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતમાં કોરોનાના કેસ કાબૂમાં આવી રહ્યાં છે. રાજકોટમાં પણ કોરોનાના કેસ અને કોરોનાથી મોત કાબૂમાં આવી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં ત્રણ માસમાં હર્ડ ઇમ્યુનિટી આવી જવાની સંભાવના છે. 40 હજાર દર્દીઓ કોરોનાથી સાજા થવાથી કુદરતી એન્ટીબોડી જનરેટ થઈ છે. લગભગ 3.60 લાખ લોકોને વેક્સિનથી એન્ટીબોડી થઈ છે. 3 મહિનામાં 18 લાખને રસીકરણના લક્ષ્યાંકથી આ આશા જાગી છે. અસરકારક પગલાં લેવાય તો 15 ઓગસ્ટ સુધીમાં હર્ડ ઇમ્યુનિટી થઈ શકે છે. કોરોના દર્દીઓની સંખ્યા ઘટતા 12 કોવિડ સેન્ટરો બંધ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 73 હોસ્પિટલોમાં હાલ 1700 દર્દીઓ દાખલ છે. ઓક્સિજનના વપરાશમાં 60 ટકાનો ઘટાડો થયો છે. આમ, રાજકોટમાં રોજ 200 થી ઓછા કેસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : વાવાઝોડામાં ફસાયેલા 22 માછીમારોએ બચાવો બચાવોની બૂમો પાડી, 8 કલાક ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન 


54 દિવસ બાદ રાજકોટમાં મૃત્યુ આંક ઘટ્યો
રાજકોટ માટે બીજા રાહતના સમાચાર છે. રાજકોટમાં કોરોનાના મૃત્યુ આંકમાં ઘટાડો થયો છે. 54 દિવસ બાદ રાજકોટમાં મૃત્યુ આંક ઘટ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 7 દર્દીના મોત થયા છે. રાજકોટમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાયા બાદ મૃત્યુ આંકમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. બીજી લહેરમાં મૃત્યુ આંક પીક પર રહ્યો હતો. મૃત્યુ આંક ઓછા થવાથી સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રએ રાહતના શ્વાસ લીધા છે. 


આ પણ વાંચો : મૂછો રાખવા મામલે દલીત યુવક પર હુમલો, વચ્ચે પડેલી બહેનને પણ માર માર્યો


54 દિવસ બાદ ગઇકાલે સિંગલ ડિજિટમાં મૃત્યુ આંક નોંધાયો
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 15 દર્દીના મોત થયા છે. મોત અંગે આખરી નિણર્ય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 7 દર્દીના મોત થયા હતા. જે પૈકી 1 દર્દીનું કોરોનાથી મોત થયાનો ડેથ ઓડિટ કમિટીનો રિપોર્ટ જાહેર થયો છે. 54 દિવસ બાદ ગઇકાલે સિંગલ ડિજિટમાં મૃત્યુ આંક નોંધાયો હતો. આજે મૃત્યુ આંક ગઇકાલ કરતા બમણો થયો છે.