• તેના નવા લક્ષણો પણ જોવા મળી રહ્યાં છે. કોઈને આંખમાં ઈન્ફેક્શન, કોઈને માથાનો દુખાવો, કોઈને થાક, સ્કીન પર રેશિસ જેવા લક્ષણો દેખાય રહ્યાં છે

  • વેક્સીન લેનારાઓને પણ આ ઈન્ફેક્શન થઈ રહ્યું છે. તેથી આ વાયરસ નેચરલ ઈમ્યુનિટીને પણ બાયપાસ કરી રહ્યો છે

  • સેલ્ફ લોકડાઉન જ એક ઓપ્શન છે. આગામી 15 દિવસ આપણા માટે ચેલેન્જિંગ છે


ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાએ સતત અને ઝડપથી પોતાનું સ્વરૂપ બદલી રહ્યું છે. જેને હવે પકડવું માણસો માટે પણ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે હવે કોરોનાનો નવો મ્યૂટન્ટ દેશભરમા હાહાકાર મચાવી રહ્યો છે. જોકે, ચોંકાવનારી વાત એ છે કે, વાયરસના ડબલ (double mutant) અને ટ્રિપલ મ્યૂટન્ટ (double mutant) RT-PCR તપાસમાં પણ પકડાતા નથી. ખુદ ડોક્ટરો આ વાત સ્વીકારી ચૂક્યા છે. 


 આ પણ વાંચો : રોજા રાખી 4 મહિનાની ગર્ભવતી નર્સ કરે છે દર્દીઓની સેવા, કહ્યું-આ જ મારી સાચી ઈબાદત  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના આ નવા લક્ષણોથી સાવધાન 
નવા વાયરસના સ્ટ્રેઈનમાં તેના લક્ષણો (corona symtoms) પણ બદલાઈ ગયા છે. જેની ગંભીરતા વિશે તબીબો પણ માહિતી આપી ચૂક્યા છે. હવે કોરોના દર્દીમાં ત્વચામાં નિશાન પડવા, આંખોમાં સંક્રમણ થવું, ભ્રમની સ્થિતિ ઊભી થવી, વિટાકવાની-સમજવાની શક્તિ ઓછી થવી, સાથે લાંબા સમય સુધી સ્વાદ અને સૂંઘવાની શક્તિ ઘટ જવી, ઝાડા, પેટ દર્દ, ગળામાં કફ, શરીરમાં દુખાવો અને તાવ જેવાં લક્ષણ તો જોવા મળે જ છે. પણ સૌથી ગંભીર બાબત એ છે કે, આરટીપીસીઆર ટેસ્ટ (RTPCR test) માં પણ કોરોના વાયરસના નવા મ્યૂટન્ટ પકડાઈ નથી રહ્યાં. 


 આ પણ વાંચો : આરોગ્ય કમિશનરનો આદેશ, તમારી સરકારી-ખાનગી હોસ્પિટલો ઓક્સિજનના વપરાશનો રેકોર્ડ રાખે 


આ વાયરસ નેચરલ ઈમ્યુનિટીને પણ બાયપાસ કરી રહ્યો છે
એમડી ફિઝીશિયન ડો.પ્રવિણ ગર્ગે આ વિશે જણાવ્યું કે, દોઢ મહિનાથી કોરોનાના કેસ વધ્યા છે. હાલ ઈન્ડિયાનો જ ત્રિપલ મ્યુટન્ટ સ્ટ્રેઈન ઘાતક છે. વાયરસ ઝડપથી બદલાતો હોવાથી ટેસ્ટમાં પકડાઈ નથી રહ્યો. હાલ અમે પણ ક્લિનિકલ પેશન્ટમાં પણ જોઈ રહ્યા છે કે, દર્દીમાં તમામ કોવિડના લક્ષણો દેખાય છે, છતાં આરટીપીઆર ટેસ્ટ નેગેટિવ આવે છે. અમે પણ વિચારમાં મૂકાઈ જઈએ છીએ. તેથી અમે જ્યા સુધી તાવ ન ઉતરે ત્યાં સુધી આઈસોલેશનમાં રાખીએ છીએ. ફરીથી બે-ત્રણ દિવસ બાદ ટેસ્ટ કરાવીએ છીએ. છતા પણ પકડમાં ન આવે તો સિટી સ્કેનથી નિદાન કરીએ છીએ. નવો સ્ટ્રેઈનની સ્થિતિ ભારતમાં ખરાબ થઈ રહી છે. નવા કેસમાં આ વાયરસ જોવા મળી રહ્યો છે. તેના નવા લક્ષણો પણ જોવા મળી રહ્યાં છે. કોઈને આંખમાં ઈન્ફેક્શન, કોઈને માથાનો દુખાવો, કોઈને થાક, સ્કીન પર રેશિસ જેવા લક્ષણો દેખાય રહ્યાં છે. વેક્સીન લેનારાઓને પણ આ ઈન્ફેક્શન થઈ રહ્યું છે. તેથી આ વાયરસ નેચરલ ઈમ્યુનિટીને પણ બાયપાસ કરી રહ્યો છે. તેથી સેલ્ફ લોકડાઉન જ એક ઓપ્શન છે. આગામી 15 દિવસ આપણા માટે ચેલેન્જિંગ છે. તેથી બધા જ નિયમોનું પાલન કરવુ પડશે. 


 આ પણ વાંચો : સયાજી હોસ્પિટલમાં 4 કલાક ઓક્સિજન ખૂટતા અફરાતફરી, વિનોદ રાવે સુપરીટેન્ડન્ટને ખખડાવ્યા  



4 રાજ્યોમાં છે નવો વાયરસ 
દિલ્હી, બંગાળ, ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં લોકો આ વેરિયેન્ટનો જ શિકાર થઈ રહ્યા છે. દેશમાં હવે કોરોનાનો ટ્રિપલ મ્યૂટન્ટ વેરિયેન્ટ ફેલાઈ રહ્યો છે. કોરોનાના ત્રણ અલગ અલગ સ્ટ્રેનથી નવો વેરિયેન્ટ બન્યો છે.