લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ, ઇતિહાસમાં પહેલીવાર 33 કરોડ દેવતા રહેશે અપુજ
આ વર્ષે મોટા ભાગના તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગેલું છે. કોરોનાને કારણે ગુજરાતનાં અનેક તહેવારો રદ્દ રહ્યા છે અથવા તો ખુબ જ સાદાઇથી ઉજવાયા છે. ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ એટલે કે નવરાત્રીને પણ મંજૂરી આપવામાં આવી નહોતી. દિવાળીના તહેવાર માટે પણ સરકાર દ્વારા ખાઇ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી. હવે ગિરનારમાં દર વર્ષેદ ેવ દિવાળીના દિવસે યોજાતી લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.
જૂનાગઢ : આ વર્ષે મોટા ભાગના તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગેલું છે. કોરોનાને કારણે ગુજરાતનાં અનેક તહેવારો રદ્દ રહ્યા છે અથવા તો ખુબ જ સાદાઇથી ઉજવાયા છે. ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ એટલે કે નવરાત્રીને પણ મંજૂરી આપવામાં આવી નહોતી. દિવાળીના તહેવાર માટે પણ સરકાર દ્વારા ખાઇ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી. હવે ગિરનારમાં દર વર્ષેદ ેવ દિવાળીના દિવસે યોજાતી લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.
જૂનાગઢ કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજીને લીલીપરિક્રમા રદ્દ કરવા અંગે માહિતી આપવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં આ પરિક્રમાનું અનોખુ મહાત્મય છે.. સૌરાષ્ટ્રની શાન ગણાતા ગિરનાર પર્વતની ચોતરફ ભક્તો પ્રદક્ષિણા કરતા હોય છે. દર વર્ષે 10 લાખથી પણ વધારે લોકો પરિક્રમામાં જોડાય છે.
જો કે ચાલુ વર્ષે કોરોનાનુ સંક્રમણ ખુબ જ મોટા પ્રમાણમાં છે તેવામાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતનાં કોરોના નિયોમનું પાલન શક્ય નહી હોવાના પગલે કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં લોકોને નિયંત્રણ કરવા અશક્ય હોવાના કારણે કલેક્ટર દ્વારા લીલી પરિક્રમા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં માન્યતા છેકે ગિરનારમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. જો આ પર્વતની પરિક્રમા કરવામાં આવે તો 33 કરોડ દેવતાઓનાં પુજનનું ફળ પ્રાપ્ત થાય છે. તેવામાં ગિરનારમાં શિવરાત્રીએ અને લીલી પરિક્રમા દરમિયાન મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube