વડોદરા : શહેરમાં રેલવે કર્મચારીઓ પણ કોરોના વાયરસની ઝડપી ચડ્યા છે. વડોદરા રેલવે તંત્ર દ્વારા 350 જેટલા RT-PCR ટેસ્ટ અને 400 જેટલા રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં બંન્ને મળી કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 190 પર પહોંચ્યો છે. જેમાં રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોનો સમાવેશ થાય છે. વડોદરા રેલવેના કર્મચારીઓ અને તેમના પરિવારજનો કોરોના સંક્રમિત થતા કેટલાક દર્દીઓને પ્રતાપનગર રેલવે હોસ્પિટલમાં ભરતી કરીને સારવાર શરૂ કરવામાં આવી છે. જ્યારે અન્ય કેટલાક કર્મચારીઓએ હોમ ક્વોરન્ટાઇન થવાનું પસંદ કર્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા રેલવે વિભાગને કોરોના ટેસ્ટ કરવા માટે ઓગસ્ટ મહિનામાં RT-PCR અને રેપિડ કિટ આપવામાં આવી હતી. ત્યાર બાદ પ્રતાપનગર રેલવે કોલોની અને યાર્ડમાં ધનવંતર રથના રાઉન્ડ પુર્ણ કરાયા હતા. જેમાં રેલવેના અધિકારીઓ, કર્મચારીઓ અને પરિવારજનોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે તેમાં કોઇ પણ કેસ સામે આવ્યો નહોતો. જો કે હાલ પ્રતાપનગર રેલવે હોસ્પિટલ દ્વારા કોરોનાની ગંભીરતાને ધ્યાને લઇને આશરે 400થી વધારે RT-PCR ટેસ્ટ કર્યા હતા. જેમાંથી 40 ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. 400 જેટલા રેપિડ ટેસ્ટ કરાતા 150 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેના પગલે રેલવે તંત્રમાં ચકચાર મચી જવા પામી છે. 


રેલવે હોસ્પિટલ પ્રતાપનગર ખાતે એડિશનલ ચીફ મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. કૃષ્ણકુમારના જણાવ્યા અનુસાર RT-PCR ટેસ્ટ અને રેપિડ ટે્ટ મળીને કુલ 750 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 190 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમની હાલ સારવાર ચાલી રહી છે. હોમ ક્વોરન્ટાઇ થનારા લોકોની પણ વીડિયો કોલિંગ દ્વારા અપડેટ મેળવવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube