કોરોનાની એક પણ લહેર ગુજરાતના આ ગામડાને અડી નથી, અડીખમ ઉભું રહ્યું
કોરોનાની બીજી લહેર ગુજરાતના ગામેગામ પહોંચી ગઈ છે. ગામડાઓમા કેસ ખતરનાક ઢબે વધી રહ્યાં છે. આ માટે ગુજરાત સરકારે મારુ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન પણ શરૂ કર્યું છે, જેથી ગામડામાં ઉભા થયેલા કોરોનાને ત્યાં જ ડામી શકાય અને સંક્રમણ વધે નહિ. પરંતુ ગુજરાતના કેટલાક ગામ હજી પણ એવા છે જ્યાં કોરોનાની એન્ટ્રી થઈ નથી. તેમાં છે રાજકોટનું ગુંદાળા ગામ.
ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાની બીજી લહેર ગુજરાતના ગામેગામ પહોંચી ગઈ છે. ગામડાઓમા કેસ ખતરનાક ઢબે વધી રહ્યાં છે. આ માટે ગુજરાત સરકારે મારુ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન પણ શરૂ કર્યું છે, જેથી ગામડામાં ઉભા થયેલા કોરોનાને ત્યાં જ ડામી શકાય અને સંક્રમણ વધે નહિ. પરંતુ ગુજરાતના કેટલાક ગામ હજી પણ એવા છે જ્યાં કોરોનાની એન્ટ્રી થઈ નથી. તેમાં છે રાજકોટનું ગુંદાળા ગામ.
કોરોનાની પહેલી લહેરમાં ગુંદાળા ગામમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો. જ્યારે કે કોરોનાની બીજી લહેરમાં પણ ગામે ગામ કોરોનાનુ સંક્રમણ વધ્યું પરંતુ ગુંદાળા ગામ કોરોના હાર્યો છે. આ ગામ હજી સુધી કોરોનામુક્ત ગામ છે. તેના પાછળ કારણભૂત છે ગામવાસીઓનું સદઢ આયોજન. કોરોનાને ગામમાં આવતો રોકવા માટે ગુંદાળાવાસીઓનું જડબેસલાક પ્લાનિંગ છે.
પહેલી લહેરમાં પણ ગુંદાળાના લોકોએ લોકડાઉનના નિયમોનું પાલન કર્યું હતું. તો બીજી લહેરમાં ગામના ફુલપ્રુફ પ્લાનિંગ કર્યું છે. ગામમાં બહારના લોકોને નેગેટિવ રિપોર્ટ વગર એન્ટ્રી આપવામાં આવતી નથી. સાથે જ નાનકડા એવા ગામમાં કોવિડ કેર સેન્ટર પણ બનાવાયું છે. ગુંદાળાની આસપાસ જીવાપરા અને નવાગામ આવેલું છે. તેથી ત્રણેયની સંયુક્ત ગ્રામ પંચાયત અંતર્ગત એક શાળામાં કોવિડ કેર સેન્ટર બનાવાયું છે.
- કેવી રીતે કોરોનામુક્ત રહી શક્યું ગુંદાળા
- ગુંદાળા ગામમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સર્વે પણ કરાયો છે
- ગામમાં સતત સેનિટાઈઝેશન કરવામાં આવે છે
- બહારના લોકોને રિપોર્ટ વગર ગામમાં નો-એન્ટ્રી છે
- ગામમાં કોઈને શરદી, ઉધરસ કે તાવ હોય તો તેની તાત્કાલિક તપાસ કરવામાં આવે છે