ગુજરાતમાં આંશિક લોકડાઉન નહિ લાગે... સરકારના મંત્રીએ આપ્યુ મોટું નિવેદન
કોરોનાની નવી ગાઈડલાઈન (guideline) ની કાગડોળે રાહ જોવાઈ રહી છે. કરફ્યૂ કેટલાથી કેટલા વાગ્યા સુધીનો હશે, શુ પ્રતિબંધ હશે, શુ શુ બંધ થશે તેની ચર્ચા ચારેતરફ ચાલી રહી છે. આ વચ્ચે સુરતના પ્રભારી મંત્રી કનુ દેસાઈનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહી દીધું કે, `રાજ્યમાં આંશિક લૉકડાઉન (lockdown) પણ નહીં લાગે.` તો બીજી તરફ, ગુજરાતમાં રાત્રિ કરફ્યૂ (night curfew) 10 વાગ્યાથી લાગુ થવાની શક્યતા છે. આ વચ્ચે લોકોને લોકડાઉનની પણ ભીતિ લાગી રહી છે.