ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની વેક્સિન માટે લોકો પડાપડી કરી રહ્યાં છે. રાજ્યમાં રસીના સ્ટોક માટે સરકાર કેન્દ્ર સરકાર પાસે વિનંતીઓ કરી રહી છે ત્યારે મોટો ખુલાસો થયો છે કે કોરોનાની રસીના ૨૨.૨૮ લાખ ડોઝ બગડી ગયા છે. ગુજરાત આરોગ્ય વિભાગ કેટલી હદે બેદરકાર રહ્યું છે તે વાત ખુલ્લી પડી છે. કોરોનાકાળમાં દરેક વ્યક્તિને રસી મળે તે માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ રહી હતી. આ તરફ ગુજરાત આરોગ્ય વિભાગની બેકાળજીને લીધે કોરોનાની રસીના ૨૨,૨૮,૪૩૫ ડોઝ બગડી ગયા હતા. અમદાવાદ શહેરમાં આજે પણ રોજ બે-ત્રણ કેસ કોરોનાના બનતા જ રહ્યા છે પરંતુ કોરોનાવિરોધી રસીનો કોઈ સ્ટોક જ ન હોવાથી મ્યુનિ. કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શકશે. આખરે એવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કે, કૃપા કરીને કોરોના વિરોધી રસી લેવા માટે અહીં પધારશો. નહીં, રસી મળવાની હાલ કોઈ શક્યતા નથી. કર્ણાટક, બિહાર, મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ અને પંજાબ કરતાં કોરોના રસીનો સૌથી વધારે બગાડ ગુજરાતમાં થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રસી સચાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં રસીનો બગાડ થયો છે. કોવિશિલ્ડ કરતાં કોવેક્સિન રસીનો વધુ બગાડ થયો છે. આમ ગુજરાત સરકારની બેદરકારી બહાર વી છે.  કેન્દ્ર સરકારે ગુજરાતને કોવિશિલ્ડ અને કોવેક્સીન રસીનો જથ્થો પુરો પાડ્યો હતો. જોકે, ગુજરાતમાં મોટાભાગના લોકોએ કોવિશિલ્ડ જ ૨સી લીધી છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગે રજૂ કરેલાં રિપોર્ટ અનુસાર, તા.૩જી ઓગષ્ટ  ૨૦૨૧ સુધી કેન્દ્રએ ૧,૯૨,૬૦,૪૦૦ ૨સીનો જથ્થો આપ્યો હતો. જયારે રાજ્યની ખાનગી હોસ્પિટલોએ ૯.૫૫ લાખ કોવિશિલ્ડ અને ૪૦,૪૧૦ કોવિક્શીન રસી ખરીદી હતી.


મ્યુનિ. સૂત્રોએ એમ જણાવ્યું મ્યુનિ.ના તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં આરટી-પીસીઆર અને એન્ટિજન ટેસ કરવાની કામગીરી ચાલુ છે. રોજના ૮૦૦થી ૯૦૦ વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જોકે, જેમને શરદ તાવ, ઉધરસ થઈ હોય તેમને આ ટેસ કરાવી લેવા અપીલ કરવામાં આવે રહી છે પરંતુ તેનો પ્રતિસાદ ખૂબ મોળો છે. અમદાવાદના નાગરિકોને કોરોનાન ભય જરૂર છે પરંતુ એન્ટિજન ટેસ્ટ કરાવવામાં ઉત્સાહ દાખવતા નથી. મ્યુનિ. હેલ્થ વિભાગના સૂત્રોએ એમ જણાવ્યું કે, કોરોના વિરોધી રસીનો મ્યુનિ. પાસેનો ઉપલબ્ધ સ્ટોક ખતમ થઈ ગયાને દસ દિવસ વીતી ગયા છે પરંતુ રાજ્ય સરકાર પાસે માગવામાં આવી રહેલા આ રસીના જથ્થા માટે રાજ્ય સરકાર સમક્ષ છેલ્લા દસ દિવસથી રસીનો સ્ટોક આવ્યો નથી. આમ એક બાજુ લોકોને ડોઝ મળી રહ્યાં નથી બીજી તરફ રસીનો બગાડ થયો હોવાના અહેવાલો છે.