અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કોરોનાના કુલ 2270 કેસ નોંધાયા હતા. બીજી તરફ 1605 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,84,846 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ઘટીને 94.68 ટકા પર પહોંચી ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધીમાં કુલ 45,66,141 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,29,222 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 51,95,363 લોકોને રસી આપવામાંઆવી છે. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,26,396 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિમાં રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 

Dhaka: PM સાથે દેખાતી આ યુવતી કોણ છે? બાંગ્લાદેશથી લઈ WB સુધી છે તેના FANS


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube