કોરોના ફરી આવી ગયો? અમદાવાદમાં અહીં પરમ દિવસે 1 કેસ આવ્યો આજે સીધા જ 16 કેસ
કોરોનાના આંકડા ગુજરાતમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરાયેલી ભીતિ કે જુન-જુલાઇમાં કોરોનાની વધારે એક લહેર આવી શકે છે સાચી ઠરશે કે શું તેવા સવાલો થઇ રહ્યા છે. અમદાવાદમાં ફરી એકવાર કન્ટેઇનમેન્ટ ઝોન લાંબા સમય બાદ ફરી એકવાર લાગુ થવા લાગ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 37 કેસ નોંધાયા છે. જે ગઇકાલે 27 હતા. બીજી તરફ 15 દર્દીઓ સાજા પણ થયા છે. અમદાવાદનો NID ની હોસ્ટેલને કન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવી હતી.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ : કોરોનાના આંકડા ગુજરાતમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરાયેલી ભીતિ કે જુન-જુલાઇમાં કોરોનાની વધારે એક લહેર આવી શકે છે સાચી ઠરશે કે શું તેવા સવાલો થઇ રહ્યા છે. અમદાવાદમાં ફરી એકવાર કન્ટેઇનમેન્ટ ઝોન લાંબા સમય બાદ ફરી એકવાર લાગુ થવા લાગ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 37 કેસ નોંધાયા છે. જે ગઇકાલે 27 હતા. બીજી તરફ 15 દર્દીઓ સાજા પણ થયા છે. અમદાવાદનો NID ની હોસ્ટેલને કન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવી હતી.
GUJARAT CORONA UPDATE: 37 નવા કેસ, 15 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી
અત્યાર સુધીમાં કુલ 12,13,416 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કો રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં રસીના આજે કુલ 11,399 ડોઝ અપાયા હતા. લાંબા સમય બાદ ગુજરાતમાં ફરી એકવાર વિસ્તારોને કન્ટેઇનમેન્ટ જાહેર કરવાની ફરજ પડી છે. અમદાવાદની ખ્યાતનામ ડિઝાઇનિંગ ક્ષેત્રની રાષ્ટ્રીય સંસ્થાનના ન્યૂ બોઇઝ હોસ્ટેલના C બ્લોક સહિત કુલ 167 રૂમને માઇક્રો કન્ટાઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
વિશ્વની સૌપ્રથમ ઘટના: જૂનાગઢમાં અંધ થઇ ગયેલા સિંહને નવી દ્રષ્ટી આપી જીવન બચાવી લેવાયું
આ સંસ્થાની શૈક્ષણિક કાર્યવાહી પણ અટકાવી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. પાલડીના NID કેમ્પસમાં કોરોનાના કેસ સતત વધવાને પગલે કોરોના કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાની ફરજ પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, NID માં જે પ્રકારે કેસ વધ્યા તે જોઇને તમે ચોંકી ઉઠશો. 06-05-2022 ના રોજ એનઆઇડીમાં માત્ર 1 કેસ જ નોંધાયો હતો. બીજા જ દિવસે 07 તારીખે સીધા જ 7 કેસ નોંધાયા છે. તો 08 તારીખે આ કેસ વધીને સીધા જ 16 થઇ ગયા હતા. જેના પગલે તંત્ર દોડતું થયું છે. આવો જ કિસ્સો ગાંધીનગરની નેશનલ લો યુનિવર્સિટીમાં પણ સામે આવી ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube