અમદાવાદ : કોરોન વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, તેની સાથે સાથે રાજ્ય સરકારની ચિંતામાં પણ દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. વધતા કેસોને ધ્યાને રાખીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ નજીક બનેલી નવી કિડની હોસ્પિટલમાં 400 બેડની વ્યવસ્થા સાથે કોવિડ કેર સેન્ટર બનાવવાની તૈયારી રાજ્ય સરકારે કરી છે. દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે આરોગ્ય મંત્રી નીતિન પટેલે નવી કિડની હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું. આગામી 30 નવેમ્બરથી  કોવિડ સેન્ટર શરૂ થઇ શકે અને દર્દીઓને ખેડી શકાય તે માટેની તૈયારીઓ હાલ ચાલી રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિવિલ હોસ્પિટલ નજીક આવેલી મંજુશ્રી મિલ કમ્પાઉન્ડ આંખની નવી હોસ્પિટલ તૈયાર થતા તેનું ઉદ્ધાટન ગતવર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. હવે 500 કરોડના ખર્ચે નવી 10 માળની હોસ્પિટલ તૈયાર થઇ રહી છે. આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, દર વર્ષે 500 કરતા વધારે કિડનીઓના ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલમાં થાય છે. હાલ નવું 10 માળનું બિલ્ડિંગ 500 કરોડના ખર્ચે તૈયાર થયું છે, જે કિડની હોસ્પિટલને સોંપવામાં આવનાર છે. 

આગામી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લોકાર્પણ થવાનું છે. હાલ કોરોનાને કારણે ICU, ઓક્સિજનબેડની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. દિવાળી બાદ કેસ વધ્યા છે. જેથી સારવાર માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી કોર કમિટીએ આ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર અપાય તેવું નક્કી કર્યું છે. જરૂર પડ્યે ત્રણેય માળમાં કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube