અમદાવાદ : ગુજરાતમાં જાણે લોકોનાં મનમાંથી કોરોનાનો ભય જતો રહ્યો હોય અથવા તો કોરોના રોગ જ જતો રહ્યો હોય તેવી રીતે વર્તી રહ્યા છે. સમગ્ર દેશ અને રાજ્યને તબક્કાવાર અનલોક કરવામાં આવ્યા બાદ હવે જનજીવન પાટા પર ચડી રહ્યું છે. તેવામાં ગુજરાતનાં હરવા ફરવા જેવા સ્થળો અને યાત્રાધાન ખાતે લોકો મોટા પ્રમાણમાં ઉમટી પડ્યા છે. પાવાગઢ અને ડાકોર સહિતનાં અનેક પ્રવાસન અને યાત્રાધામ સ્થળો પર લોકો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. આ ટોળાઓ જાણે કોરોના છે જ નહી તેવી રીતે વર્તી રહ્યા છે. જે ખુબ જ આઘાતજનક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છ: ધોનીની પુત્રી પર અભદ્ર ટિપ્પણી કરી સમગ્ર ગુજરાતને શર્મસાર કરનાર નરાધમ કિશોરની અટકાયત

યાત્રાધાન પાવાગઢમાં નવરાત્રી શરૂ થાય તે પહેલા રવિવાર અને અધિકમાસને સેંકડો લોકો ઉમટી પડ્યા હતા. કોરોના જેવું હોય જ નહી તે પ્રકારે ન માત્ર ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પરંતુ તે પૈકી મોટા ભાગનાં લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા. માચી સ્ટેશનથી જ ટ્રાફીક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. રવિવાર હોવાના કારણે ખુબ જ લોકો ઉમટી પડતા ટ્રાફીકને ક્લિયર કરાવવામાં પોલીસને પણ પરસેવો વળી ગયો હતો. તેવામાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. મંદિર ખાતે પણ ખુબ જ ભીડ જોવા મળી હતી.


પાટણના યુવા એન્જિનિયરે ગળામાં નોકરીનો પટ્ટો નાખવાના બદલે કર્યું ગૌ પાલન, મહિને 70 હજારની કમાણી

યાત્રાધામ ડાકોરમાં પણ તેવી જ સ્થિતી જોવા મળી હતી. જો કે તેમાં તંત્રની બેદરકારીને કારણે ન માત્ર ટોળા થયા હતા પરંતુ લોકોને દર્શન કરવામાં પણ ખુબ જ અડચણ પડી હતી. રવિવાર હોવાના કારણે મોટા પ્રમાણમાં ભક્તોના ટોળા ઉમટ્યા હતા. જો કે મંદિર બહાર ટ્રાફીક નિયમન માટે નંખાયેલા આડબંધના કારણે ટોળા થયા હતા. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા તો ઉડ્યા જ હતા પરંતુ લોકોના ટોળાઓને દુર કરવામાં પણ પોલીસને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube