CORONA શિયાળામાં વધારે ઘાતક, 75 ટકા દર્દી ઓક્સિજન આપવું પડે તેવી ગંભીર સ્થિતીમાં આવે છે
શહેરમાં કોરોનાની સ્થિતી દિવાળી બાદ ફરી એકવાર સ્ફોટક થઇ ચુકી છે. આ સ્થિતીને ડામવા માટે તંત્ર દ્વારા સોમવાર સુધી સતત 57 કલાકના લોકડાઉનની જાહેરાત કરી છે. ત્યાર બાદ આગામી આદેશ સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત્ત રહેશે. જો કે સ્થિતી કેટલી સ્ફોટક છે તેનો ચિતાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી મળે છે.
અમિત રાજપુત/અમદાવાદ : શહેરમાં કોરોનાની સ્થિતી દિવાળી બાદ ફરી એકવાર સ્ફોટક થઇ ચુકી છે. આ સ્થિતીને ડામવા માટે તંત્ર દ્વારા સોમવાર સુધી સતત 57 કલાકના લોકડાઉનની જાહેરાત કરી છે. ત્યાર બાદ આગામી આદેશ સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત્ત રહેશે. જો કે સ્થિતી કેટલી સ્ફોટક છે તેનો ચિતાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી મળે છે.
આ અંગે ZEE 24 Kalak સાથે ખાસ વાતચીત કરતા સિવિલ હોસ્પિટલ નિયામક ડો.જે.વી. મોદીએ જણાવ્યું કે, સિવિલ કોવિડ હોસ્પિટલમાં 737 કોરોના પોઝિટિવ દર્દીઓ દાખલ થયા છે. 737માંથી 75 ટકા કોવિડ દર્દીઓ ઓક્સિજન પર છે. સિવિલ હોસ્પિટલ તમામ રીતે દર્દીઓની સેવા કરવા માટે સજ્જ છે. જો કે લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને એકબીજાથી દુર રહે તે જરૂરી છે.
સિવિલ હોસ્પિટલમાં 24 કલાક કોવિડ દર્દીઓની સેવા કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સતત સૂચનો આપીને નજર રાખી રહ્યા છે. જો કે જે પ્રકારે દર્દીઓ આવી રહ્યા છે અને તેમની વિપરિત સ્થિતી જોતા કોરોના વાયરસ વધારે ઘાતક બન્યો હોવાનું તબીબો માની રહ્યા છે.
સામાન્ય દિવસોમાં દર્દીઓ આવતા તે પૈકી માંડ 10 ટકા જેટલા દર્દીઓને ઓક્સિજન અને સ્પેશ્યલ ટ્રીટમેન્ટની જરૂર પડતી હતી. મોટા ભાગનાં દર્દીઓને માત્ર વોર્ડમાં દવાના આધારે જ રાખવામાં આવતા હતા. જો કે હવે જે દર્દી આવે છે તે પૈકી મોટા ભાગના દર્દીઓને ઓક્સિજન આપવું પડે છે તેટલી સ્થિતી વિપરિત હોય છે. જેથી કોરોના શિયાળામાં વધારે ઘાતક બન્યો હોવાનું તબીબ માની રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube