હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતનો આજે સ્થાપના દિવસ (Gujarat Day) છે, ત્યારે આવા મહત્વના દિવસે પણ કોરોના (Coronavirus) ના કેસમાં મહત્તમ વધારો થયેલો જોવા મળ્યો છે. સાથે જ રિકવર દર્દીઓના સારા સમાચાર પણ મળી રહ્યાં છે. આરોગ્ય સચિવ જયંતી રવિ (Jayanti Ravi) એ માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં આજે કુલ 4721 કેસ થયા છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 326 કેસ નોંધાયા છે. ગુજરાતમાં આજે સાંજે 5 વાગ્યા સુધી નવા 326 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ રાજ્યભરમાંથી 22 લોકોનાં મોત થયા છે. તો 123 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા  છે. નવા 326 કેસ પર નજર કરીએ તો, અમદાવાદમાં 267, સુરતમાં 26, વડોદરામાં 19, મહીસાગરમાં 6, પંચમહાલમાં 3, બનાસકાંઠા-બોટાદ-ગાંધીનગર-કચ્છ-પાટણમાં 1 કેસ નોંધાયો છે. આમ, રાજ્યમાં આજે કુલ 4721 કેસ નોંધાયા છે. આરોગ્ય ખાતાના આંકડા મુજબ, ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી કુલ 236 લોકોના મોત થયા છે અને કુલ 736 લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા છે. 


રાજકોટમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી કોરોનાનો કહેર ભૂલ્યા, રાહતના રસોડામાં માવો ખાઈ થૂંક્યા