AMC ના 4 અધિકારીઓ 5થી6 મહિનામાં કોરોનાએ ઉથલો માર્યો, કચેરીનો છઠ્ઠા માળના તમામ વિભાગ બંધ
શહેરમાં દિવાળી પછી વકરેલા કોરોના વાયરસના ચેપથી મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ડીવાયએમસી સહિત 4 અધિકારીઓ 5થી 6 મહિનામાં ફરી એકવાર કોરોના પોઝિટિવ આવ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં મ્યુનિસિપલ ભાજપના નેતા અમિત શાહ સહિત ઘણા કોર્પોરેટર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
અમદાવાદ : શહેરમાં દિવાળી પછી વકરેલા કોરોના વાયરસના ચેપથી મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ડીવાયએમસી સહિત 4 અધિકારીઓ 5થી 6 મહિનામાં ફરી એકવાર કોરોના પોઝિટિવ આવ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં મ્યુનિસિપલ ભાજપના નેતા અમિત શાહ સહિત ઘણા કોર્પોરેટર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
હેરિટેજ વિભાગ સાથે સંકળાયેલા ડેપ્યુટી જનરલ મેનેજર પી.કે વાસુદેવન નાયરનું કોરોનાને પગલે મોત નિપજ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કેટલાક વિભાગને દિવાળી પહેલા કોરોનાને કારણે માઇક્રો કન્ટેન્મેન્ટમાં મુકવા પડે તેવી સ્થિતી હતી. અનેક કિસ્સામાં અધિકારીઓ કે કર્મચારીઓ બીજી વખત કોરોના સંક્રમિત થયા છે. મ્યુનિસિપલ કચેરીમાં તો દિવાળી પહેલા જ કોરોના સંક્રમણની સ્થિતીમાં સતત વધારો થયો છે.
જેમાં ઓડિટ વિભાગ, પ્લાનિંગ વિભાગ, પાણીપુરવઠ્ઠા વિભાગ સહિત અને વિભાગોને તો પહેલેથી જ તાળા લાગી ગયા હતા. મ્યુનિસિપલ કચેરીના છઠ્ઠામાળે લગભગ તમામ વિભાગો બંધ થઇ ચુક્યા છે. તો જે અધિકારીઓએ કોરોના વાયરસનો ચેપ નથી લાગ્યો તેમને બેસાડવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ડીવાયએમસી, એસ્ટેટ વિભાગના એક અધિકારી, વિજિલન્સ વિભાગના એક અધિકારી હિત 4થી વધારે અધિકારીઓ, કર્મચારીઓ ફરીથી કોરોના સંક્રમિત થયા છે. મોટા ભાગના અધિકારી-કર્મચારીઓ હોમ આઇસોલેશનમાં છે. આ ઉપરાંત હેલ્થ વિભાગના પણ કેટલાક અધિકારીઓ કોરોનાની ઝપટે ચડી ગયા છે. દિવાળી બાદ કોરોનાનો વ્યાપ વધતા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સ અને સ્ટાફ સહિત લગભગ 60ને કોરોનાનો ચેપ લાગ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube