પુત્રએ પિતાને શોધવા આકાશ-પાતાળ એક કરી નાંખ્યા, છેલ્લે કોવિડ કેર સેન્ટરના બાથરૂમમાં મૃત મળ્યાં
કોરોનાના દર્દીએ દર્દીએ અલગ અલગ કિસ્સા છે. દરેક દર્દીની અલગ કહાની છે, અને અલગ સમસ્યા છે. કોરોના વિશ્વમાંથી જતો રહેશે, ત્યારે માણસો આ કિસ્સાઓને યાદ કરશે. કિસ્સાઓથી યાદ કરશે કે, કેવી રીતે તેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા. આવો જ વડોદરાનો પણ એક દુખદ કિસ્સો સામે આવ્યો છે. એક પુત્ર કોવિડ કેર સેન્ટરમાં પોતાના પિતાને શોધી રહ્યો હતો, પરંતુ આખરે તેને પોતાના પિતાનો મૃતદેહ હાથમાં આવ્યો હતો.
ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાના દર્દીએ દર્દીએ અલગ અલગ કિસ્સા છે. દરેક દર્દીની અલગ કહાની છે, અને અલગ સમસ્યા છે. કોરોના વિશ્વમાંથી જતો રહેશે, ત્યારે માણસો આ કિસ્સાઓને યાદ કરશે. કિસ્સાઓથી યાદ કરશે કે, કેવી રીતે તેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા. આવો જ વડોદરાનો પણ એક દુખદ કિસ્સો સામે આવ્યો છે. એક પુત્ર કોવિડ કેર સેન્ટરમાં પોતાના પિતાને શોધી રહ્યો હતો, પરંતુ આખરે તેને પોતાના પિતાનો મૃતદેહ હાથમાં આવ્યો હતો.
બ્રહ્મલીન થયા મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ, ભક્તોમાં શોકની લાગણી ફેલાઈ
પ્રાપ્ત માહિતી અનુસાર, હરણી રોડ પર આવેલા વિજય નગરમાં રહેતા 70 વર્ષના સતીષભાઈ ભાટિયાને ગુરુવારે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. તેથી તેઓને સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાયા હતા. તેમના પુત્ર ગોકુલભાઈએ તેમને સેન્ટરના છઠ્ઠા માળે દાખલ કર્યા હતા. ગઈકાલે રાત્રે તેમણે પોતાના પિતાને ફોન પર સંપર્ક કર્યો હતો. પરંતુ તેઓ પિતા સાથે સંપર્ક થઈ શક્યો ન હતો. તેથી સવારે તેઓ પિતાને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. કોવિડ કેર સેન્ટરના છઠ્ઠા માળે પહોંચેલા પુત્ર ગોકુલભાઈને જાણવા મળ્યું કે, તેમના પિતાનું ગઈકાલે જ નિધન થયું છે. તેમના પિતા રાત્રે બાથરૂમમાં ગયા હતા, જ્યાં તેઓ મૃત પામ્યા હતા.
‘અવેલેબલ’નું બોર્ડ મારતા જ ઝાયડસ હોસ્પિટલની બહાર રેમડેસિવિર લેવા ફરી લાંબી લાઈનો પડી
આમ, પુત્રએ પિતાને શોધવા આકાશ-પાતાળ એક કરી નાંખ્યું, છેલ્લે કોવિડ કેર સેન્ટરના બાથરૂમમાં મૃત મળ્યાં હતા. કોરોનાએ વધુ એક પરિવારના મોભીને છીનવ્યા હતા.
જોકે, સમગ્ર ઘટના બાદ પુત્ર ગોકુલે તબીબી સ્ટાફ સામે રોષ ઠાલવ્યો હતો. સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં હોસ્પિટલના સત્તાધીશો અને તબીબી સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે. જો દર્દી બે કલાકથી બાથરૂમમાં બહાર ન આવ્યા તો કેમ કોઈએ ધ્યાન ન આપ્યું. બે કલાક બાદ આ વાત ધ્યાને આવતા સ્ટાફે બાથરૂમનો દરવાજો તોડ્યો હતો. જેમાં સતીષભાઈ મૃત મળ્યા હતા. તેઓ હેપ્પી હાઇપોકસીયા અને સાઈટોકાઈન સ્ટ્રોમના કારણે મૃત્યુ પામ્યા હતા.
કોરોનાની સ્થિતિને પહોંચી વળવા મુખ્યમંત્રીએ પ્રજા પાસેથી માંગી એક મદદ