ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટમાં (Rajkot) કોરોનાની ગંભીર સ્થિતિને પગલે કોરોના દર્દીઓ માટે શહેરની સમરસ હોસ્ટેલમાં (Samaras Hostel) કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આ કોવિડ કેસ સેન્ટરમાંથી (Covid Care Center) એક દર્દીએ વીડિયો વાયરલ (Viral Video) કર્યો છે. ત્યારે આ વીડિયોમાં દર્દી દ્વારા કોવિડ કેર સેન્ટરની કામગીરીને લઇને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ દર્દીએ વીડિયોમાં જણાવ્યું હતું કે, જો કાંઈ થશે તો તેની જવાબદારી ડોક્ટર અને મુખ્યમંત્રીની (CM Rupani) રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં કોરોનાના કેસમાં (Gujarat Corona Cases) સતત વધારો થતાં સરકાર દ્વારા મહાનગરોમાં અલગ અલગ સ્થળો પર કોવિડ કેસ સેન્ટર (Covid Care Center) તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે કોરોનાની ગંભીર સ્થિતિને લઇને રાજકોટમાં (Rajkot) પણ સરકાર દ્વારા સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર (Samaras Hostel Covid Care Center) ઉભુ કરવામાં આવ્યું છે. આ સમરસ હોસ્ટેલના કોવિડ કેસ સેન્ટરમાંથી પરેશભાઈ ડોડીયા નામના દર્દીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થયો છે. 


આ પણ વાંચો:- રાજકોટના તબીબનો આ નુસ્ખો કોરોના દર્દીનું ઓક્સિજન લેવલ ફટાફટ વધારી દેશે


વીડિયોમાં પરેશભાઈએ જણાવ્યું હતું કે, કોવિડના કેસમાં હું રાજકોટની સિવિલ હોસ્ટિલમાં દાખલ થયા હતા. ત્યાંથી મને સિફ્ટ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર આવેલી સમરસ હોસ્ટેલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તદ્દ ઉપરાંત બે દિવસ થઈ ગયા છે. જો કે, સમરસ હોસ્ટેલમાં પણ બે દિવસમાં કોઈ સારવાર કરવા આવતું નથી. માત્ર દવા આપીને જતા રહે છે. ત્યારે વીડિયોમાં પરેશભાઈએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, સમરસ હોસ્ટેલના કોવિડ કેસ સેન્ટરમાં સફાઈ પણ કરવામાં આવતી નથી. જો કાંઈ થશે તો તેની જવાબદારી ડોક્ટર અને મુખ્યમંત્રીની રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube