હિતલ પારેખ, ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા છે. તેમણે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં નવા 54 કેસ નોંધાયા કુલ આંકડો 432 પર પહોંચ્યો છે. વડોદરા અને અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ છે. અહીં સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંકડો 228 પર પહોંચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 54 કેસ નવા આવ્યા છે જેના પગલે કુલ કેસ 432 થયા છે અને રાજ્યમાં કોરોનાના કારણે 19 લોકોના મોત થયા છે. રાજ્યના વિસ્તારો પ્રમાણે કોરોના પોઝિટિવના આંકડાઓ પર નજર ફેરવીએ તો નવા કુલ 51 કેસમાં અમદાવાદના 31, વડોદરાના 18, આણંદના 3, સુરતનો 1 અને ભાવનગરનો 1 કેસ છે. હાલમં ગુજરાતમાં પરિસ્થિતિ કાબુમાં છે. સરકાર દ્વારા કોરોના પોઝિટિવના 8331 ટેસ્ટ કરાયા છે જેમાં 432 પોઝિટિવ નોંધાયા છે.  


ગઈ કાલે જયંતિ રવિએ સરકારની આગામી રણનીતિ વિશે માહિતી આપી હતી છે કે હવે જે જિલ્લાઓમાં કોઈપણ કેસ નથી આવ્યા એવા જિલ્લાઓમાં પણ 100  કેસ ટેસ્ટીંગ કરાવવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયના કારણ વિશે ચર્ચા કરતા જયંતિ રવિએ કહ્યું  છે કે જિલ્લામાંથી એક પણ કેસ ન આવ્યો હોય એવા મામલામાં સરકાર અંધારામાં ન રહે એટલા માટે સામે ચાલીને નમૂનારૂપ સો ટેસ્ટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર ભારતની સરખામણીમાં આપણે 10 ટકા ટેસ્ટ કરીએ છીએ એટલે ગુજરાત માટે સારું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube