અમદાવાદ : રાજ્યમાં કોરોના (Coronavirus)ની સ્થિતિ સતત વણસી રહી છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 230 નવા કેસ નોંધાયા છે અને 18 દર્દીના મોત થયા છે તેમજ 31 દર્દી સાજા થયા છે. આ તમામ મોત અમદાવાદમાં જ થયા છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 151એ પહોંચી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"261645","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ દર્દી 3301 થઈ ગયા છે અને કુલ 313 દર્દી સાજા થયા છે. 18 મોતમાંથી 8ના મોત પ્રાથમિક રીતે કોરોનાને કારણે જ્યારે 10ના અન્ય બીમારીઓ, હાઈરીસ્ક અને કોરોનાને કારણે થયા છે. 


જાહેર કરાયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં 24 કલાકમાં 230 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 178, સુરતમાં 30, આણંદમાં 8, બનાસકાંઠામાં 1, ગાંધીનગરમાં 2, રાજકોટમાં 4, વડોદરામાં 4, નવસારી, પાટણ અને ખેડામાં 1-1 કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 51091 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં 3301 પોઝિટિવ અને 47790 કેસ નેગેટિવ આવ્યા છે. કુલ 3301 દર્દીમાંથી 27 વેન્ટીલેટર પર છે અને 2810ની હાલત સ્થિર છે. આ સિવાય 313 ડિસ્ચાર્જ અને 151ના મોત થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube