હિતલ પારેખ, અમદાવાદ : રાજ્યમાં કોરોનાનો પ્રસાર ઝપાટાભેર વધી રહ્યો છે. કોરોના (Corona)ની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. તબલીગમાંથી આવેલા લોકોના વિસ્તારોમાં કેસ વધી રહ્યાં છે. રાજ્યમાં 144 કેસ થયા છે. અમદાવાદમાં 11 નવા કેસ જ્યારે સુરત, મહેસાણા અને પાટણમાં એક-એક નવા કેસનોંધાયા છે. રાજ્યમાં કુલ 144 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 11 દર્દીઓના મૃત્યુ થયા છે તો 21 દર્દીઓ સાજા થઇ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોધનીય છે કે રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યાં છે. કુલ 144 પોઝિટિવ કેસમાંથી 85 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશન છે. જેના કારણે રાજ્યના અનેક શહેરોમાં સાચવેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને કોરોન્ટાઇન કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના 15 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂક્યો છે. 


નોંધનીય છે કે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસથી કાબૂ બહાર જઇ રહેલી સ્થિતિને જોતા આક્રમક યોજના બનાવી છે. આ યોજના હેઠળ જે સૌથી પ્રભાવિત ક્ષેત્ર છે તેને પૂર્ણ રીતે બફર ઝોન બનાવીને સીલ કરવામાં આવશે. આવા ક્ષેત્રને લગભગ એક મહીના સુધી પૂર્ણ રીતે બંધ રાખવામાં આવશે. આવા વિસ્તારોથી કોરોના વાયરસ ફેલાવાનો ખતરો વધ્યો છે, તેથી સરકારે આ રણનીતિ અપનાવશે. સરકારના પ્લાનમાં એમ પણ બતાવાયું છે કે જે વિસ્તારને બફર ઝોન બનાવાશે, ત્યાં તમામ સ્કૂલ, કોલેજ અને ઓફિસ બંધ રાખવામાં આવશે. આ વિસ્તારોમાં કોઇ સાર્વજનિક અને ખાનગી વાહનવ્યવહારની મંજૂરી નહીં હોય. માત્ર જરૂરી સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube