વેરાવળ : ગુજરાતના અનેક જિલ્લાઓમાં કોરોના વાઇરસ (Coronavirus)નો આતંક છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાંથી દિલ ખુશ કરી દેતા સમાચાર આવ્યા છે. અહીં વેરાવળનો પહેલો કોરોના પોઝિટિવ કેસ હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થઈ ગયો છે. ગીરસોમનાથ જિલ્લામાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ 28 માર્ચે નોંધાયો હતો. વેરાવળમાં રહેતા અને દુબઇથી આવેલા 65 વર્ષના અહમદ  અબ્દુલ ગની પંજાને કોરોનાના લક્ષણ જણાતા તેઓને આઇસોલેશન વોર્ડમાં 27 માર્ચના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. 28 માર્ચે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11 એપ્રિલના રોજ 14 દિવસની તબીબોની સઘન સારવાર બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તબીબોએ તેઓને ડિસ્ચાર્જકાર્ડ આપીને તાળીઓ પાડી વિદાય આપી હતી. જોકે ડિસ્ચાર્જ પછી પણ તેમને 14 દિવસ હોમ કોરેન્ટાઇનમાં રહેવાની સુચના આપવામાં આવી હતી.


ડિસ્ચાર્જ પછી અહમદભાઈએ ડોક્ટરનો આભાર માન્યો હતો. અહમદભાઈના પત્ની હજી પણ વેરાવળની હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ છે અને તેઓ પણ બહુ જલ્દી કોરોનામુક્ત થઈ જશે આશા સેવાઈ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube