ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટમાં (Rajkot) કોરોના પોઝિટીવ સગર્ભાને (Corona Positive Women) ખાનગી હોસ્પિટલનાં તબીબોએ પ્રસુતી કરાવી હતી. મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ (Child Birth) આપ્યો હતો. જ્યારે સગર્ભા મહિલાને (Pregnant Women) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે 16 લીટર ઓક્સિજનની (Oxygen) જરૂર પડતી હતી. મહિલાનું ઓક્સિજન લેવલ 60 આવતું હતું. તેમ છતાં પણ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટની (Rajkot) મોટી ટાંકી ચોકમાં આવેલ વેદાંત મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ (Rajkot Hospital) દ્વારા કોરોના પોઝિટિવ મહિલાની (Corona Positive Women સુરક્ષિત પ્રસુતિ અને સફળ સારવાર કરવામાં આવી હતી. રાજકોટના રામપીર ચોકડી પાસે આવેલ લાભદીપ સોસાયટીમાં રહેતા 39 વર્ષીય ચેતનાબેન ધર્મેશભાઈ ચુડાસમા પ્રેગ્નન્ટ (Pregnant Women) હતા જેમને 7મોં મહિનો ચાલતો હતો. તેનો રીપોર્ટ કોવિડ પોઝિટિવ (Corona Positive) આવ્યો હતો.


આ પણ વાંચો:- કોવિડ હોસ્પિટલોમાં રાત્રે ત્રાટકશે ફાયર વિભાગ !, ટીમો તૈયાર રાખવા સૂચના


દાખલ થયા ત્યારે 16 લિટર ઓક્સિજન સાથે ઓક્સિજન (Oxygen) લેવલ 60 જ હતું. પરંતુ વેદાંત હોસ્પિટલની (Rajkot Hospital) તજજ્ઞ ટીમના ડો.સંદીપ હરસોડા, ડો. પ્રશાંત મકવાણા, ડો. મિલન ઘોણીયા સર્વેના અવિરત પ્રયાસોથી તેમની સુરક્ષિત ડિલિવરી કરાવવામાં આવી હતી. હાલમાં માતા અને બાળક (Child Birth) ઓક્સિજનના સપોર્ટ વિના સ્વસ્થ છે અને ઓક્સિજન લેવલ પણ નોર્મલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube