હિતલ પારેખ, ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનો આતંક વધી રહ્યો છે ત્યારે આરોગ્ય અગ્ર સચિવે રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ વિશે સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. આજે સવારથી સાંજ વચ્ચે રાજ્યમાં કોરોનાના નવા 21 નવા કેસો નોંધાયા છે જેમાંથી અમદાવાદના આઠ કેસ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયંતિ રવિએ જણાવ્યું હતું કે hotspot વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારાયું છે એટલે આ કેસો વધી રહ્યા છે અને હાલમાં પરિસ્થિતિ ચિંતાજનક છે. આ સિવાય પાટણમાં 07, વડોદરામાં 04 અને રાજકોટમાં 02 કેસ નોંધાયા છે. 


[[{"fid":"259474","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


રાજ્યમાં કોરોના પોઝિટિવના આંકડા પર એક નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ 262 કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં 76 કેસો પોઝિટિવ થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube