કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં ખુબ ઉથલપાથલ મચાવી અને લાખો લોકોના જીવ ગયા. કોરોનાકાળમાં જે લોકોના કોરોનાથી મોત થયા તેમના માટે ગુજરાત સરકારે 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરી હતી. હવે આ સહાય મામલે મોટું કૌભાંડ સામે આવ્યું છે.ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં 30 અરજદારોએ નકલી સર્ટિફિકેટ રજૂ કરી કોરોના સહાય મેળવી. પોતાના સગા મૃત્યુ પામ્યા છે કોરોનામાં એ પ્રકારના ખોટા સર્ટિફિકેટના આધારે સમગ્ર કૌભાંડ આચારવામાં આવ્યો. કોભાંડમાં સામેલ 30 અરજદારો સામે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. પોલીસ તપાસમાં પોલીસે 13 વ્યક્તિઓની ધરપકડ કરી. છ મહિના પહેલા સાબરકાંઠાના તલોદમાં પણ આ પ્રકારનું કૌભાંડ સામે આવ્યું હતું. સાબરકાંઠાના તલોદના કૌભાંડ અને દહેગામના કૌભાંડના તાર જોડાયેલા હોવાની ચર્ચા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સરકારી સહાય મેળવવા માટે અગાઉ પણ જે લોકોના કોરોનામાં મૃત્યુ નહતા થયા તેવા લોકોના નામ સામે આવ્યા હતા અને વિવાદ થયો હતો. જે તે સમયે રાજ્ય સરકારે તપાસના આદેશ પણ આપ્યા હતા. હવે ફરીથી કૌભાંડનું ભૂત સળવળિયું છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ખોટી રીતે સહાય લીધી હોવાના મામલા સામે આવ્યા છે. જેમાં અલગ અલગ ગામના 30 જેટલા લોકોએ નકલી ઓફિસરના સહી સિક્કા કરાવીને કામ પાર પડાવ્યું. પણ તપાસમાં ભાંડો ફૂટી તા 30 જેટલા અરજદારો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube