કોરોનાની સાઇડ ઇફેક્ટ: ઉત્તરાયણ નજીક છતાં પોળના એકપણ ધાબાનું બુકિંગ નહી
ઉત્તરાયણના બે દિવસ માટે લોકો ૧૫થી ૨૫ હજાર રૂપિયા સુધીનો ભાડું ચૂકવતા હોય છે સાથે અનેક સુવિધાઓ પણ તેમને આપવામાં આવે છે.
આશ્કા જાની, અમદાવાદ: ઉતરાણ ને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ રસિયાઓ મૂંઝવણમાં મુકાયા છે તૈયારીઓ કરવી કે નહીં. પરંતુ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં પતંગ રસિયાઓ અત્યારથી જ ધાબા ઉપર ચડી પતંગ ઉડાડવાની મજા લઇ રહ્યા છે. એમનું કહેવું છે કે સરકારની ગાઇડ લાઇનનાપાલન સાથે તહેવારની ઉજવણી તો કરીશું જ. ઉત્તરાયણની તૈયારીના ભાગરૂપે પતંગ અને દોરી પણ ખરી લીધા છે.
કરોડોની જમીન પર કબજો કરનાર ભૂમાફિયાઓને ઉઘાડા પાડ્યા, મોટા ગજાના બિલ્ડરર્સની સંડોવણી
માસ્ક, સેનેટાઇઝ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી ઉતરાયણની ઉજવણી કરીશું. ઉતરાયણને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે બહારના લોકો અને મિત્રોને ધાબા ઉપર ભેગા નહી કરીએ. માત્ર પરિવારના થોડા સભ્યો સાથે ધાબા ઉપર ચડી ઉજવણી કરીશું. કોરોનાની અસર ચોક્કસથી જોવા મળી રહી છે પરંતુ તેના લીધે પતંગ ઉડાડવાનું બંધ ન કરી દેવાય તેમ પતંગ રસિયાઓનું માનવું છે.
મૌસમે બદલ્યો મિજાજ: ધુમ્મસ કડકડતી ઠંડી અને કમોસમી વરસાદની આગાહી
કોઈપણ તહેવાર ની ઉજવણી તો અમદાવાદના કોટ વિસ્તારમાં જ થતી હોય છે તેમાં પણ ઉતરાયણનો તહેવાર એટલે કોટ વિસ્તારના ધાબા એક મહિના અગાઉથી જ ભાડે લેવા માટે બુક થઈ ગયા હોય છે. ઉત્તરાયણના બે દિવસ માટે લોકો ૧૫થી ૨૫ હજાર રૂપિયા સુધીનો ભાડું ચૂકવતા હોય છે સાથે અનેક સુવિધાઓ પણ તેમને આપવામાં આવે છે. કોટ વિસ્તારના લોકો તરફથી પરંતુ આ વર્ષે કોરોનાના કારણે હજુ સુધી ઇન્કવાયરી ધાબા ભાડે લેવા માટે શરૂ થઇ નથી.
જો વિમલ ગુટખા ખાતા હો તો સાવધાન ! તત્કાલ મોત થશે અને કારણ ખબર પણ નહી પડે
ત્યારે બીજી તરફ મોટી વિસ્તારના લોકો પણ આ વર્ષે બહારના લોકોને ધાબા ભાડે આપવા માંગતા નથી એ લોકોનું કહેવું છે કે બહારથી આવનારા લોકો કોરોના લઈને આવે તો તે ડર છે. જ્યારે આ વર્ષે અમદાવાદના પૂર્વ વિસ્તાર અને અમદાવાદની બહારના લોકો પણ ઉત્તરાયણ માટે ધાબા ભાડે લેવા કોઈ ઇન્કવાયરી કરી રહ્યા નથી. આ વર્ષે ઉત્તરાયણમાં કોટ વિસ્તારમાં એન.આર.આઇ કે ધાબા ભાડે રાખી ઉત્તરાયણની મજા લેતા લોકો નજરે નહીં પડે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube