ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. 21 એપ્રિલે ગુજરાતમાં નવા 331 કોરોનો કેસ નોંધાયા છે. આજે કોરોના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. આજે 376 દર્દીઓ કોરાનાથી સાજા થયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 98.99 ટકાએ પહોંચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત નીચે મુજબ છે. આજે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1997 પર પહોંચ્યો છે. જેમાંથી 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 1992 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1275714 લોકો ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે 11072 લોકો કોરોના સામે જંગ હારી ગયા છે.


રાજ્યમાં આજે નોંધાયેલા કોવિડ 19ના કેસની વિગત મુજબ આજે અમદાવાદમાં 98, સુરતમાં 28, વડોદરામાં 28, મહેસાણામાં 29, સુરત જિલ્લામાં 24, પાટણમાં 20, વડોદરા જિલ્લામાં 12, ગાંધીનગરમાં 9, સાબરકાંઠામાં 9, ભરુચમાં 8, મોરબીમાં 7, ગીર સોમનાથમાં 6, સુરેન્દ્રનગરમાં 6, ગાંધીનગર જિલ્લામાં 6, આણંદમાં 4, બનાસકાંઠામાં 4, પોરબંદરમાં 4, રાજકોટમાં 4, અમદાવાદ જિલ્લામાં 2, ખેડામાં 2, કચ્છમાં 2, નવસારીમાં 2, પંચમહાલમાં 2, રાજકોટ જિલ્લામાં 2, ભાવનગરમાં 1, બોટાદમાં 1 અને જામનગરમાં 1 કેસ નોંધાયો છે.


  • ગુજરાતમાં કોરોનાના નવા 331 કેસ નોંધાયા

  • અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 100 કેસ

  • સુરતમાં 52, વડોદરામાં 40, મહેસાણામાં 29 કેસ

  • પાટણમાં 20, ગાંધીનગરમાં 14, વલસાડમાં 11 કેસ

  • સાબરકાંઠામાં 9, ભરૂચમાં 8, મોરબીમાં 7 કેસ

  • રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગરમાં 6-6 કેસ

  • આણંદ, બનાસકાંઠા, પોરબંદરમાં 4-4 નવા કેસ

  • ખેડા, કચ્છ, નવસારી, પંચમહાલમાં 2-2 કેસ

  • રાજ્યમાં હાલ 1,997 દર્દીઓ કોરોનાથી સંક્રમિત


કેન્દ્ર એક્શનમાં, 8 રાજ્યોને પત્ર લખીને આપી સૂચના
કોવિડના વધતા કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે 8 રાજ્યોને પત્ર લખ્યો છે. તેમણે સર્વેલન્સ વધારવા, ILI અને SARI દર્દીઓ પર નજર રાખવા, પર્યાપ્ત સંખ્યામાં પરીક્ષણ કરવા, જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા સેમ્પલની તપાસ કરવા અને હોસ્પિટલ ઈન્ફ્રા સુધારવા માટે સૂચનો આપ્યા છે.