હિતલ પારેખ, ગાંધીનગર : ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોનાનો સકંજો મજબૂત બની રહ્યો છે. આ સંજોગોમાં રાજ્યના આજના કોરોનાના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આજના દિવસ દરમિયાન 135 કેસ નોંધાયા છે. આ સિવાય આજે 35 લોકો સાજા થયાં છે. આ સાથે અત્યાર સુધીમાં 179 લોકોને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયંતિ રવિએ ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2407 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં બપોર બાદ 67  સૌથી વધુ  કેસ નોંધાયા હતા. આજના દિવસમાં 8 લોકોના મોત થયાં છે. આજે બીજા નંબર પર સુરતમાં 51 કોરોના વાયરસના કેસ નોંધાયા છે.  


[[{"fid":"261240","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


જયંતિ રવિએ અમદાવાદમાં વધેલા કેસ માટે તબલિગી જમાત જવાબદાર હોવાનું નિવેદન આપ્યું છે. તેઓ આ પહેલાં પણ તેઓ અમદાવાદમાં થયેલા કોરોના વિસ્ફોટ માટે તબલિગી જમાતને જવાબદાર ઠેરવી ચૂક્યા છે. 


પાંચ જિલ્લામાં એક પણ કેસ નહીં
ગુજરાતના કુલ 33 જિલ્લામાંથી 28 જિલ્લામાં કોરોના વાયરસ પહોંચી ગયો છે. માત્ર પાંચ જિલ્લામાં હજુ સુધી એકપણ કેસ નોંધાયો નથી. જેમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લા જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, અમરેલી અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આ સિવાય ડાંગ જિલ્લામાં પણ હજુ સુધી કોઈ કેસ નોંધાયો નથી. 


મૃતકોની ટકાવારી
જયંતિ રવિએ કોરોનાના કારણે રાજ્યના દર્દીઓની સ્થિતિ વિશે વિગતવાર વાત કરતા માહિતી આપી છે કે રાજ્યમાં ૬૦ વર્ષથી ઉપરના દર્દીઓની મૃત્યુની ટકાવારી 47%, ૪૧ થી ૬૦ વર્ષની વચ્ચે ઉંમરમાં મૃત્યુ ની ટકાવાળી 41% અને 21 થી 40 વર્ષની ઉંમરના વ્યક્તિઓની મૃત્યુ ની ટકાવાળી 10% છે. આ સિવાય રાજ્યમાં રાજ્યમાં 179 કોરેન્ટાઈન સેન્ટર છે જેમાં જેમાં 6210 લોકોએ આયુર્વેદિક ટ્રીટમેન્ટનો અને 2625 લોકોએ હોમિયોપેથીક ઔષધીનો લાભ લીધો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube