Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 29 કેસ
ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર જતી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 29 કેસ સામે આવ્યા છે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 63 લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 12 લાખ 23 હજાર 661 થઈ ગઈ છે. તો કોરોનાને લીધે અત્યાર સુધી 10939 લોકોના મૃત્યુ થયા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર જતી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 29 કેસ સામે આવ્યા છે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 63 લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 12 લાખ 23 હજાર 661 થઈ ગઈ છે. તો કોરોનાને લીધે અત્યાર સુધી 10939 લોકોના મૃત્યુ થયા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 14 કેસ સામે આવ્યા છે. તો વડોદરા શહેરમાં 4, સુરત શહેરમાં 2, બનાસકાંઠામાં 2, આણંદ, દાહોદમાં, ગાંધીનગર શહેર, કચ્છ, સાબરકાંઠા, સુરત, અને સુરેન્દ્રનગરમાં એક-એક કેસ સામે આવ્યો છે. તો આજે એકપણ મોત નિપજ્યું નથી.
રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 472 રહી ગયા છે, જેમાં છ દર્દી વેન્ટિલેટર પર છે. તો કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી 12 લાખ 12 હજાર 250 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10939 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતનો રિકવરી રેટ 99.07 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વેક્સીનના 10 કરોડ 41 લાખ 20 હજાર 838 ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube