Corona Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 31 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 183 છે. જેમાં એક દર્દી વેન્ટીલેટર પર છે.
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 31 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કોઈપણ મૃત્યુ નોંધાયુ નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 21 લોકો સાજા થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાને લીધે કુલ 10944 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના કુલ 12 લાખ 24 હજાર 594 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ 12,13,467 લોકો સાજા થયા છે.
અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 19 નોંધાયા છે. તો વડોદરામાં 8 કેસ સામે આવ્યા છે. અમદાવાદ ગ્રામ્યમાં પણ એક કેસ નોંદાયો છે. આ સિવાય નવસારી, જામનગર અને સુરતમાં એક-એક કેસ સામે આવ્યો છે.
આ પણ વાંચોઃ સુપ્રીમના ચુકાદા બાદ પાટીદારો પર દાખલ રાજદ્રોહના કેસ પરત ખેંચવા હાર્દિક પટેલે કરી માંગ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 183 છે. જેમાં એક દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ 12 લાખ 13 હજાર 467 લોકો સારવાર બાદ સાજા થયો છે. રાજ્યનો રિકવરી રેટ 99.09 ટકા છે. ગુજરાતમાં આજે કોરોના વેક્સીનના 38362 ડોઝ આપવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કોરોના વેક્સીનના કુલ 10 કરોડ 82 લાખ 86 હજાર 509 ડોઝ આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube