Corona Update: રાજ્યમાં કોરોનાના નવા 419 કેસ, 1 મૃત્યુ, 454 લોકો સાજા થયા
ગુજરાતમાં ફરી કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. રવિવાર કરતા સોમવારે નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના સંક્રમણની આશંકા વચ્ચે નવા કેસમાં ફરી સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 419 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન મહેસાણામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 454 લોકો સાજા થયા છે. રાજ્યમાં નવા કેસ બાદ કુલ સંક્રમિતોનો આંકડો 12 લાખ 34 હજાર 117 થઈ ગયો છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10 હજાર 948 લોકોના મોત થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં 150 નોંધાયા છે. તો સુરત શહેરમાં 87, વડોદરા શહેરમાં 29, મહેસાણામાં 19, ભાવનગર શહેરમાં 16, મોરબીમાં 12, વડોદરા ગ્રામ્ય 11, વલસાડ 1, ગાંધીનગર શહેર 10, સુરત 9, રાજકોટ શહેર 8, ભરૂચ 7, ગાંધીનગર ગ્રામ્ય 7, કચ્છ 7, નવસારીમાં સાત કેસ સામે આવ્યા છે. રાજ્યના 19 જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં આજની તારીખે કોરોનાના એક્ટિવ કેસ 3512 છે, જેમાં એક દર્દી વેન્ટીલેટર પર છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી રાજ્યમાં 12 લાખ 19 હજાર 657 લોકો સાજા થઈ ગયા છે. કોરોનાને લીધે 10948 લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.83 ટકા છે.
રાજ્યમાં રસીકરણના આંકડા
ગુજરાતમાં કોરોના સંક્રમણથી બચવા માટે સતત રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આજે સાંજે 5 કલાક સુધીમાં રાજ્યમાં 43981 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યનું કુલ વેક્સીનેશન કવરેજ 11 કરોડ 15 લાખ 76 હજાર 687 ડોઝ થઈ ગયું છે, જેમાં પ્રથમ, બીજો અને પ્રિકોશન ડોઝ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube