ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 577 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન બે લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં આ દરમિયાન કોરોનાની સારવાર બાદ 633 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10950 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 12 લાખ 39 હજાર 9 કેસ નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે. અમદાવાદમાં 247 કેસ નોંધાયા છે. તો સુરત શહેરમાં 67, મહેસાણામાં 31, વડોદરા શહેરમાં 31, ભાવનગર શહેરમાં 28, પાટણમાં 27, ગાંધીનગર શહેરમાં 20, નવસારીમાં 15, સુરત ગ્રામ્ય 12, વલસાડ 11, ભાવનગર 10, જામનગર શહેર 9, કચ્છ 9, રાજકોટ શહેર 7, ખેડા 6, વડોદરા ગ્રામ્ય 6, ગાંધીનગર ગ્રામ્ય 5, આણંદ 4, ભરૂચ 4, દ્વારકા 4 કેસ સામે આવ્યા છે. તો વવલાડ અને ગાંધીનગરમાં એક-એક વ્યક્તિના મૃત્યુ થયા છે. 


આ પણ વાંચોઃ રાજ્યમાં પાંચ દિવસ ખતરો, NDRFની 18 ટીમો તૈનાત, આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી


ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 4 હજારને પાર
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4156 છે, જેમાં ત્રણ દર્દી વેન્ટીલેટર પર છે. કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી રાજ્યમાં 12 લાખ 23 હજાર 903 લોકો સાજા થયા છે. કોરોનાને લીધે અત્યાર સુધી 10950 લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.78 ટકા છે. 


ગુજરાતમાં રસીકરણની સ્થિતિ
રાજ્યમાં સતત કોરોના સામે મજબૂતી મેળવવા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે સાંજે 5 કલાક સુધીમાં 42880 લોકોને રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વેક્સીનના 11 કરોડ 19 લાખ 60 હજાર 279 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ, બીજો અને પ્રિકોશન ડોઝ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube