હિતલ પારેખ, ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની લેટેસ્ટ સંખ્યા વિશે માહિતી આપતા રાજ્યના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું છે કે રાજ્યમાં સવારના બુલેટિન પછી નવા 34 કેસ નોંધાયા છે. આ નવા કેસ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો 572 સુધી પહોંચી ગયો છે. શહેરોના આંકડાની વાત કરીએ તો અમદાવાદ 25, ભરૂચમાં 3, વડોદરામાં પાંચ તેમજ પંચમહાલ એક નવો કેસ નોંધાયો છે. મોટાભાગના કેસ અમદાવાદના હોટસ્પોટ વિસ્તારના છે. અમદાવાદમાં ઓઢવ અને નવા નરોડા એમ બે નવા વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. પંચમહાલમાં એપીએમસીમાં જે વ્યક્તિ ચા વેચતી હતી એને કોરોના પોઝિટિવ સાબિત થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


રાજ્યમાં દર્દીઓની સ્થિતિ વિશે વાત કરતા જયંતિ રવિએ કહ્યું છે કે રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી ૫૪ જેટલા ડિસ્ચાર્જ થયા છે જેમાંથી આજે સાત  ડિસ્ચાર્જ થયા છે
. ટેસ્ટિંગ ક્ષમતાનીની વાત કરીએ તો કોરોના ટેસ્ટ કરવામાં ગુજરાત ત્રીજા ક્રમે છે. આ મામલામાં કેરળ પહેલા નંબરે અને મહારાષ્ટ્ર બીજા નંબર છે. ટેસ્ટિંગ વિશે વાત કરતા જયંતિ રવિએ જણાવ્યું છે કે હોટસ્પોટ સિવાયના વિસ્તારોમાં પણ ટેસ્ટિંગ કરવાનો નિર્ણય મુખ્યમંત્રીનો હતો.  


[[{"fid":"259950","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આ પ્રોજેક્ટમાં 14 જિલ્લામાં 660 સેમ્પલ લેવાયા છે જેમાંથી એક જ જગ્યાએ પોઝિટિવ મળ્યા છે અને બાકીના બધી જગ્યાએ નેગેટિવ મળ્યા છે. આ ટેસ્ટિંગમાં બનાસકાંઠામાં બે પોઝિટિવ આવ્યા છે. હાલમાં ગુજરાત ૫૦૦૦ જેટલી ટેસ્ટિંગ કેપેસિટી વધી છે અને હવે રોજના પાંચ હજાર જેટલા કેસ ટેસ્ટિંગ માટે કરી શકાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube