Corona Update: રાજ્યમાં ફરી વધ્યા કોરોના કેસ, જુઓ છેલ્લા 24 કલાકના આંકડા
રાજ્યમાં નવા કેસ બાદ કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 8 લાખ 25 હજાર 677 પર પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી 8 લાખ 15 હજાર 446 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે.
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 22 કેસ સામે આવ્યા છે. રાહતની વાત છે કે આ દરમિયાન એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. તો રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 23 લોકોએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં નવા કેસ બાદ કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 8 લાખ 25 હજાર 677 પર પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી 8 લાખ 15 હજાર 446 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. ગુજરાતમાં કોરોનાને કારણે 10 હજાર 82 લોકોના મૃત્યુ થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5 કેસ નોંધાયા છે. તો સુરત જિલ્લામાં 5, વડોદરા શહેરમાં 3, ભાવનગરમાં 2, વલસાડમાં 2, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, રાજકોટમાં એક-એક કેસ સામે આવ્યો છે.
આ પણ વાંચોઃ શુક્રવારે અમદાવાદ જિલ્લામાં રસીકરણની મેગા ડ્રાઈવ, AMTS અને BRTS સ્ટેશનો પર પણ મળશે વેક્સિન
રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ અત્યારે 149 છે, જેમાં 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ 815446 લોકો સાજા થયા છે. તો 10082 લોકોના અત્યાર સુધી મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચી ગયો છે.
આ પણ વાંચો- મુખ્યમંત્રીએ નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરી, જાણો કોને મળ્યો કયો વિભાગ
રાજ્યમાં રસીકરણની સ્થિતિ
રાજ્યભરમાં કોરોના વાયરસને ડામવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં આજે સાંજે 4 કલાક સુધીમાં 2 લાખ 65 હજાર 560 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કોરોના વેક્સિનના 5 કરોડ 35 લાખ 85 હજાર 394 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube