ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના (Corona virus) નો બીજો રાઉન્ડ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે. એક સમયે રાજ્યમાં નવા કેસની સંખ્યા 250ની અંદર પહોંચી ગઈ હતી. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સતત ત્રણ દિવસથી નવા કેસની સંખ્યા 300ને પાર પહોંચી ગઈ છે. આજે છેલ્લા 24 કલાક દરમિયાન 380 કેસ સામે આવ્યા છે. જે મહાનગરોમાં ચૂંટણી પૂરી થઈ ત્યાં કેસ ફરી વધી રહ્યાં છે. ગઈ કાલે 348 કેસ સામે આવ્યા હતા. નવા કેસની સાથે કુલ કેસોની સંખ્યા 268,147 થઈ ગઈ છે. અમદાવાદમાં કોરોનાથી વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાનગરોમાં વધી રહ્યાં છે કેસ
રાજ્યમાં ગઈકાલે જ છ મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા. આ શહેરોમાં ચૂંટણી પ્રચાર બાદ કેસની સંખ્યા વધી રહી છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 81 કેસ સામે આવ્યા છે. તો સુરતમાં 57 અને વડોદરામાં 70 કેસ સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં 46 નવા કેસ નોંધાયા છે. આ સિવાય રાજકોટ ગ્રામ્યમાં 9, વડોદરા ગ્રામ્યમાં 10, જામનગર જિલ્લામાં 18 કેસ સામે આવ્યા છે. કચ્છમાં 7 નવા કેસ નોંધાયા છે. 


આ પણ વાંચોઃ Mahesana: ઊંઝા નગરપાલિકામાં કોંગ્રેસનો એકપણ ઉમેદવાર નહીં, ભાજપની સામે તેના બળવાખોર મેદાનમાં  


રાજ્યમાં કોરોનાની આજની તારીખે સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 1869 છે. જેમાં 33 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી 2,61,871 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 4407 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 97.66 ટકા છે. 


રાજ્યમાં શું છે રસીકરણની સ્થિતિ
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રાજ્યમાં રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી 8,16,238 વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 74,457 વ્યક્તિઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube