Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 હજારથી વધુ કેસ, 21 લોકોના મૃત્યુ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 128192 છે. જેમાં 309 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10323 લોકોના મૃત્યુ થયા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના સંક્રમણમાં આજે થોડી રાહત મળી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 14781 નવા કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 21 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 20829 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10323 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ 969234 લોકો સાજા થયા છે.
રાજ્યમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 5248 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 2412, રાજકોટ શહેરમાં 944, સુરત શહેરમાં 934, વડોદરા ગ્રામ્યમાં 604, ગાંધીનગર શહેરમાં 544, મહેસાણામાં 403, સુરત ગ્રામ્ય 394, કચ્છ 312, રાજકોટ 291, આણંદમાં 245 કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં નોંધાયેલા મૃત્યુની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 9 લોકોના મૃત્યુ થયા છે. તો વડોદરા અને રાજકોટ શહેરમાં એક-એક મૃત્યુ થયા છે. સુરત શહેરમાં 3, વડોદરા ગ્રામ્યમાં 1, જામનગર શહેરમાં 1, વલસાડમાં 2, જામનગર ગ્રામ્યમાં 1 વ્યક્તિના મૃત્યુ થયા છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 128192 છે. જેમાં 309 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10323 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાની સારવાર બાદ 969234 લોકો સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 87.50 ટકા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વેક્સીનના 9 કરોડ 67 લાખ 59 હજાર 428 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ-બીજો અને પ્રિકોશન ડોઝ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube