ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 10 નવા કેસ નોંધાયા છે, તો આ દરમિયાન કોઈપણ દર્દીનું મૃત્યુ થયું નથી. છેલ્લા 24 કલાકમાં 12 દર્દીએ કોરોનાને માત આપી છે. રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને કારણે 10 હજાર 81 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ 8 લાખ 15 હજાર 213 લોકો સાજા થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 8 લાખ 25 હજાર 445 કેસ નોંધાયા છે. રાજ્યના 28 જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં 3 કેસ નોંધાયા છે. તો વડોદરા જિલ્લામાં 4 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ એક-એક અને કચ્છમાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 151 છે. જેમાં ત્રણ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યનો રિકવરી રેટ પણ 99 ટકા સુધી પહોંચી ગયો છે. 


આ પણ વાંચોઃ ગુજરાત 12માં ડિફેન્સ એક્સપો 2022નું યજમાન બનશે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કરી જાહેરાત


રાજ્યમાં વેક્સિનેશનની સ્થિતિ
ગુજરાતમાં આજે સાંજે 4 કલાક સુધીમાં 7 લાખ23હજાર 980 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં 18 વર્ષથી ઉપરની ઉંમરના તમામ લોકોને રસી આપવામાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4 કરોડ 77 લાખ 42હજાર 696 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube