Corona Update: કોરોનાથી મળી રાહત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 161 કેસ
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. રવિવાર બાદ સોમવારે પણ નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી.
ગાંધીનગરઃ રાજ્યના લોકોને રાહતના સમાચાર મળ્યા છે. કોરોના સંક્રમણના કેસમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 161 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 214 લોકો સાજા થયા છે. રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 કેસ અમદાવાદમાં સામે આવ્યા છે. જ્યારે વડોદરામાં 28, સુરતમાં 35, મહેસાણામાં 10, ગાંધીનગરમાં 7, આણંદમાં 5, રાજકોટમાં 6, ભરૂચમાં 3, ભાવનગરમાં 4, દાહોદમાં 2, કચ્છ, નવસારી, પંચમહાલ, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં બે-બે કેસ સામે આવ્યા છે. તો બનાસકાંઠા, ગીર સોમનાથ, મોરબીમાં એક-એક કેસ સામે આવ્યો છે.
આ પણ વાંચોઃ કાનભા ગોહિલના 5 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસે ડમીકાંડમાં વધુ પાંચ લોકોની કરી ધરપકડ
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1826 છે, જેમાં ચાર દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 1276526 લોકો સાજા થઈ ગયા છે. જ્યારે કોરોનાને લીધે 11073 લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ 99 ટકા થઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube