વડોદરા : રસીનો બીજો ડોઝ બાકી હોવા છતા લોકોને વેક્સીન લીધાનો મેસેજ મળ્યો
વડોદરામાં વેક્સીનેશન (vaccination) મામલે મોટો લોચો પડ્યો છે. વેક્સીનનો બીજો ડોઝ લીધો ન હોવા છતા લોકોને વેક્સિન (corona vaccine) લીધાનો મેસેજ આવ્યો છે. એટલુ જ નહિ, વેક્સીન લીધાનું સર્ટિફિકેટ પણ મળ્યું છે. ત્યારે આ મેસેજ મેળવ્યા બાદ અનેક નાગરિકો નિઝામપુરા અતિથિગૃહ વેક્સિન સેન્ટર પર પહોંચ્યા હતા. તેમણે વેક્સીનનો બીજો ડોઝ આપીને ફરીથી સર્ટિફિકેટ આપવા કહ્યુ હતું.
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં વેક્સીનેશન (vaccination) મામલે મોટો લોચો પડ્યો છે. વેક્સીનનો બીજો ડોઝ લીધો ન હોવા છતા લોકોને વેક્સિન (corona vaccine) લીધાનો મેસેજ આવ્યો છે. એટલુ જ નહિ, વેક્સીન લીધાનું સર્ટિફિકેટ પણ મળ્યું છે. ત્યારે આ મેસેજ મેળવ્યા બાદ અનેક નાગરિકો નિઝામપુરા અતિથિગૃહ વેક્સિન સેન્ટર પર પહોંચ્યા હતા. તેમણે વેક્સીનનો બીજો ડોઝ આપીને ફરીથી સર્ટિફિકેટ આપવા કહ્યુ હતું.
વડોદરા (vadodara) માં કોવિડની બીજી રસીનો ડોઝ ન લીધો હોવા છતાં વડોદરામાં અનેક નાગરિકોને રસી લીધી હોવાનો મેસેજ મળ્યો છે. નિઝામપુરા વિસ્તારમાં રહેતા 12 નાગરિકોને આ મેસેજ મળ્યો હતો. મોબાઈલમાં મેસેજ મળતા જ તમામ લોકો અસમંજસમાં મૂકાયા હતા. બીજી વેકસીન (corona update) લીધી નથી, તો મેસેજ કેવી રીતે આવ્યો જેવા સવાલ ઉઠ્યા છે. ત્યારે સમગ્ર ઘટનાથી આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.
આ પણ વાંચો : ઈતિહાસ બદલવો પડે તેવી માહિતી : ગણેશોત્સવની શરૂઆત મહારાષ્ટ્ર નહિ, પણ પાટણથી થઈ હતી
ત્યારે આવો મેસેજ મેળનારા અનેક નાગરિકો પોતાની ફરિયાદ લઈને નિઝામપુરા અતિથિગૃહ વેક્સિન સેન્ટર પર પહોંચ્યા હતા. તેમણે અધિકારીઓને કહ્યું કે, અમને વેક્સીનનો બીજો ડોઝ આપીને ફરીથી સર્ટિફિકેટ આપો. તમામ લોકોએ નર્સિંગ સ્ટાફને ઉગ્ર રજૂઆત કરી હતી. નાગરિકોએ વેક્સીનેશન વધુ બતાવવા ડેટા તૈયાર થતા હોવાના આક્ષેપ પણ લગાવ્યા હતા.
તો આ મામલે પાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ શાહે જણાવ્યું કે, ટેકનિકલ ખામીના કારણે લોકોને વેક્સિન ના લીધી હોવા છતાં લોકોને સર્ટિફિકેટ મળી રહ્યા છે. આરોગ્ય વિભાગે આવા તમામ લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો : કચ્છમાં ચમત્કાર થયો, 75 વર્ષ બાદ પણ મંદિરમાં રાખેલો શીરો તાજો નીકળ્યો, ઘીની સુગંધ પણ એવી જ...