દુનિયાના મોટા શહેરો કરતા અમદાવાદમાં વધુ ટેસ્ટિંગ કર્યાંનો AMCના કમિશનરનો દાવો
અમદાવાદના કમિશનર વિજય નહેરાએ માહિતી આપતા જણાવ્યું કે, એએમસીની વેબસાઈટ પર કોવિડ 19ની માહિતી મળી રહેશે. આ વેબસાઈટ પર જઈને તમે કોવિડ 19ને લગતી અમદાવાદની તમામ માહિતી મેળવી શકશો. આ માહિતી પર નવા કેસ, પોઝિટિવ કેસ, શંકાસ્પદ કેસ તથા ટેસ્ટીંગ અને વિવિધ ઝોન અને હોટસ્પોટ વિશેની માહિતી મળી રહેશે, સાથે જ અમદાવાદના રેડ ઝોન હોટસ્પોટ વિસ્તારોની માહિતી આપતો નક્શો પણ ટૂંક સમયમાં સાઈટ પર અવેલેબલ થઈ જશે.
ઝી મીડિયા/અમદાવાદ :અમદાવાદના કમિશનર વિજય નહેરા (Vijay Nehra) એ અમદાવાદીઓને મહત્વની માહિતી આપતા જણાવ્યું કે, એએમસીની વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર કોવિડ 19 (Coronavirus) ની માહિતી મળી રહેશે. આ વેબસાઈટ પર જઈને તમે કોવિડ 19ને લગતી અમદાવાદની તમામ માહિતી મેળવી શકશો. આ માહિતી પર નવા કેસ, પોઝિટિવ કેસ, શંકાસ્પદ કેસ તથા ટેસ્ટીંગ અને વિવિધ ઝોન અને હોટસ્પોટ વિશેની માહિતી મળી રહેશે, સાથે જ
અમદાવાદના રેડ ઝોન હોટસ્પોટ વિસ્તારોની માહિતી આપતો નક્શો પણ ટૂંક સમયમાં સાઈટ પર અવેલેબલ થઈ જશે. આ ઉપરાંત કોરોનાના દર્દીઓની વિવિધ કેટેગરી મુજબ માહિતી ઉપલબ્ધ થઈ જશે.