ગુજરાતમાં વેક્સીનનું કાઉન્ટડાઉન શરૂ, 5 જિલ્લામાં આજે ડ્રાય રન
- રાજ્યમાં 1 કરોડથી વધુ રસીના ડોઝ સ્ટોર થઈ શકે તે માટેનું આયોજન કરાયું છે
- રસીકરણમાં કોઈ અડચણ ન આવે તેવા હેતુથી ડ્રાય રન કરવામાં આવી રહ્યું છે
ઝી મીડિયા/બ્યૂરો ઃદેશભરમાં આજે રસીકરણની ડ્રાય રન યોજાઈ રહી છે. ગુજરાતના ગાંધીનગર અને રાજકોટમાં પહેલે જ ડ્રાય રન થઈ ચૂકી છે. ત્યારે આજે ગુજરાતના 5 જિલ્લાઓમાં રસીકરણની ડ્રાય રન યોજાઈ છે. આજે આણંદ, વલસાડ, સુરત, દાહોદ અને ભાવનગરમાં ડ્રાય રન યોજાઈ રહી છે. રસીકરણ અંગે સ્થાનિક તંત્રની તૈયારીની ચકાસણી થઈ રહી છે. રજિસ્ટ્રેશનથી ઓબ્ઝર્વેશન સુધીની તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં 1 કરોડથી વધુ રસીના ડોઝ સ્ટોર થઈ શકે તે માટેનું આયોજન કરાયું છે.
આ પણ વાંચો : અમદાવાદની 7 વર્ષની ટેણકીને પોર્ન વીડિયો જોવાની લત લાગી, પછી તો રોજ...
સુરત મહાનગરપાલિકામાં રસીકરણનું ડ્રાય રન કરવામાં આવ્યું છે. શિક્ષણ સમિતિની 447 શાળાઓમાં રસીકરણ કેન્દ્રો ઉભા કરાયા છે. પહેલા તબક્કામાં 30 હજાર હેલ્થ વર્કરને રસી આપવામાં આવશે. તો બીજા તબક્કામાં 22 હજાર ફ્રન્ટ લાઈન વર્કર્સ અને કોમ-ઓરબિટ એટલે કે ગંભીર બીમારી ધરાવતા લોકોને રસી આપવામાં આવશે. રસી આપ્યા બાદ કોઈને આડઅસર થાય તો સુરતની 45 હૉસ્પિટલને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
વલસાડમાં કોરોના વેક્સિનના ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું છે. સવારના નવ વાગ્યાથી ડ્રાય રનની શરૂઆત થઈ. જેમાં 25 લોકોને રસી આપવામાં આવશે. આખા દેશમાં ડ્રાય રન થઈ રહ્યું છે. જેમાં રાજકોટ અને ગાંધીનગર બાદ હવે વલસાડ સહિત પાંચ જિલ્લાઓમાં ડ્રાય રન થઈ રહ્યું છે. રસીકરણ શરૂ થાય ત્યારે તેમાં કોઈ અડચણ ન આવે તેવા હેતુથી ડ્રાય રન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાના UK સ્ટ્રેનની એન્ટ્રી, 4 દર્દીઓથી તબીબોમાં પણ ફફડાટ
આણંદમાં કોરોના વેક્સીનનું ડ્રાય રન શરૂ કરાયું છે. શહેરના 3 આરોગ્ય કેન્દ્રમાં વેક્સીન માટે ડ્રાય રન યોજાઈ રહી છે. અત્યાર સુધી 25 લોકો પર ડ્રાય રન શરૂ કરાયું. 17 મહિલા 8 પુરુષ સહિત 25 લોકો પર વેકસીન મોકડ્રિલ કરાશે. તાલુકા હેલ્થ ઓફીસરની દેખરેખમાં મોકડ્રિલનું આયોજન કરાયું છે. નગરપાલિકા હોસ્પિટલ, બાકરોલ આરોગ્ય કેન્દ્ર, શાળા નંબર 13માં ડ્રાયરન આયોજિત કરાઈ છે. વેક્સીનને રાખવા, લઈ જવા અને આપવાનું ડ્રાયરનમાં સામેલ છે. રસી આપવામાં કેટલો સમય લાગે છે તે ડ્રાયરનમાં ચકાસાશે.