ફ્રન્ટ લાઈન વર્કર્સને આજે vaccination, જુઓ કોણે કોણે લીધી corona vaccine
ગુજરાતમાં આજથી બીજા તબક્કાનું કોરોના રસીકરણ અભિયાન (vaccination drive) શરૂ થયું છે. આજે એક જ દિવસમાં એક લાખ લોકોના રસીકરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજ્યના ગૃહવિભાગ, મહેસૂલ વિભાગ, પંચાયત તેમજ શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રસી આપવાની શરૂઆત કારઈ છે. બીજા તબક્કામાં કુલ 3.3 લાખ કર્મચારીઓને વેક્સીન (corona vaccine) આપવામાં આવશે. અત્યાર સુધી ગુજરાતમાં અઢી લાખ કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી છે. જેમાં ડૉક્ટરો, પેરા મેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે.
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં આજથી બીજા તબક્કાનું કોરોના રસીકરણ અભિયાન (vaccination drive) શરૂ થયું છે. આજે એક જ દિવસમાં એક લાખ લોકોના રસીકરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજ્યના ગૃહવિભાગ, મહેસૂલ વિભાગ, પંચાયત તેમજ શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રસી આપવાની શરૂઆત કારઈ છે. બીજા તબક્કામાં કુલ 3.3 લાખ કર્મચારીઓને વેક્સીન (corona vaccine) આપવામાં આવશે. અત્યાર સુધી ગુજરાતમાં અઢી લાખ કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી છે. જેમાં ડૉક્ટરો, પેરા મેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે.
3.3 લાખ કમર્ચારીઓને આવરી લેવાશે
આજે ગુજરાતભરના પોલીસકર્મી, હોમગાર્ડ, SRP જવાનોને કોરોનાની વેક્સીન આપવામાં આવશે. તો મહેસૂલ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ અન્ય કેટલાક વિભાગના કર્મચારીઓને વેક્સીન (corona vaccine) આપવામાં આવશે. કોરોના રસીકરણના બીજા તબક્કામાં અંદાજે 3.3 લાખ કમર્ચારીઓને આવરી લેવાશે. દેશભરમાં 16 જાન્યુઆરીથી શરુ થયેલા વિશ્વનાં સૌથી મોટા રસીકરણ અભિયાન (gujarat corona update) અંતર્ગત અત્યાર સુધી રાજ્યના 2,45,930 હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 50% હેલ્થ વર્કર્સ દ્વારા રસી લેવામાં આવી છે, જેમાંથી એકપણ કિસ્સામાં કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.
અમદાવાદના કલેક્ટર, પોલીસ કમિશનર પહેલો ડોઝ લીધો
અમદાવાદ (ahmedabad) માં સિવિલ મેડિસિટીમાં કોરોના રસીકરણ મહાઅભિયાન શરૂ થયું છે. જેના માટે કુલ 16 વેક્સિનેશન (vaccination) કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 2100 જેટલા પોલીસકર્મીઓને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલે, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ તેમજ અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો.
તો બીજી તરફ, રાજકોટમાં આજે 5000 જેટલા ફ્રન્ટલાઇન વોરિયર્સ વેકસીન લેશે. શહેર અને જિલ્લામાં 57 બૂથ ઉપર વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. ફ્રન્ટલાઇન વોરિયર્સ બાદ આજે અધિકારીઓ વેકસીન લેશે. સરકારી કર્મચારીઓને વેકસીનેશન માટે પ્રેરણા મળે તે માટે અધિકારીઓ વેક્સીન લેશે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, સહિત પોલીસ અધિકારીઓ વેક્સીન લીધી છે. આજના દિવસે રાજકોટના 1000 જેટલા પોલીસ કર્મચારીઓ પણ વેક્સીન લેવાના છે. તો મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ, જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન સહિત અધિકારીઓ વેક્સીન લેવાના છે.
અરવલ્લી જિલ્લામાં બીજા તબક્કાનું રસીકરણ શરૂ થયું છે. અરવલ્લી કલેક્ટર, ડીડીઓએ કોરોનાની રસી લીધી છે. એસપી અને ચૂંટણી અધિકારીએ પણ વેક્સીન લીધી છે. જિલ્લાના મુખ્ય અધિકારીઓએ કોરોના વેક્સીન લીધી છે. ત્યારે રસી લઈને અરવલ્લી કલેક્ટરે કહ્યું કે, રસી સુરક્ષિત છે અને કોઈ ગભરાવવાની જરૂર નથી.
પાટણ જિલ્લા પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ બીજા રાઉન્ડમાં કોરોના વેક્સીનનો ડોઝ અપાઈ રહ્યો છે. પ્રથમ દિવસે અંદાજે ફુલ 200 થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે. પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તેમજ ડીવાયએસપી સહિત પોલીસ કર્મચારીઓએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો. સાથે જ જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારીઓ સહિતના કર્મચારીઓએ પણ ડોઝ લીધો છે. સવારથી કોરોના વેક્સીન રસીકરણના બીજા રાઉન્ડનો પ્રારંભ થયો છે.
રાજ્યભરમાં કોરોના રસીકરણનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી અપાઈ.તો કર્મચારીઓનો ઉત્સાહ વધારવા જિલ્લા કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીઓએ રહી લીધી. રસી મહાઅભિયાનમાં જૂનાગઢમાં 3 હજાર રેવન્યુ, પંચાયત, પોલીસ અને સફાઈ કર્મીઓને રસી અપાઈ.રસીકરણની સાથે જિલ્લામાં પોલિયોના ટીંપા પણ પીવડાવવામાં આવ્યા. જેમાં સિવિલ હોસ્પિટલમાં કલેક્ટરની હાજરીમાં 35 હજાર બાળકોને પોલિયોના ટીંપા પીવડાવવામાં આવ્યા.
વડોદરામાં પણ વેક્સીનેશનનો પ્રારંભ
વડોદરામાં આજે આરોગ્ય અને પોલીસ વિભાગનાં વોરિયર્સ રસી લેશે. પોલીસ અને પાલિકાનાં વડા કોરોના રસી મૂકાવશે. વડોદરાનાં પોલીસ કમિશ્નર શમશેરસિંગ પણ રસી લેશે. મ્યુ.કમિશ્નર સ્વરૂપ પી. પણ કોરોના રસી મૂકાવશે. બંને કોરોના વોરિયર્સ સયાજી હોસ્પિટલ ખાતે રસી લેશે. તો જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઇ પોર ખાતે રસી લેશે. શહેર જિલ્લાનાં 11 કેન્દ્રો ખાતે આજે કોરોના રસીકરણ અભિયાન ચાલશે. આજે શહેરમાં 35 સ્થળે સાત હજાર વોરિયર્સને રસી અપાશે. અત્યાર સુધી 59.45 ટકા હેલ્થ વર્કર્સને રસી અપાઈ.