Rajkot માં ખોડલધામના પ્રમુખ અને સ્વામિનારાયણ સંતોએ લીધી કોરોના વેક્સીન
રાજકોટમાં કોરોના વેક્સીનેશનનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. ત્યારે આ વેક્સીનેશન અભિયાનમાં (Corona Vaccination Campaign) વરિષ્ઠનાગરિકો 60 વર્ષથી ઉપરની વયના લોકોને વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવી છે
રાજકોટ: રાજકોટમાં કોરોના વેક્સીનેશનનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. ત્યારે આ વેક્સીનેશન અભિયાનમાં (Corona Vaccination Campaign) વરિષ્ઠનાગરિકો 60 વર્ષથી ઉપરની વયના લોકોને વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેને લઇને રાજકોટના અનેક મહાનુભવોએ આજે વેક્સીન લીધી છે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે વેક્સીન લીધી તો બીજી તરફ રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પણ વેક્સીન લીધી છે.
રાજકોટમાં કોરોના વેક્સીનેશનનો ત્રીજો તબક્કો શરૂ થતા રાજકોટના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ વેક્સીન લીધી. સ્વામિનારાયણ સંપ્રદાયના અપૂર્વ મુનિ સ્વામીએ દરેક લોકોને વેક્સીન લેવા માટે આહવાન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વના લોકો જ્યારે વેક્સીનની પ્રશંસા કરતા હોય ત્યારે દરેક લોકોએ વેક્સીન લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફોન કરી સંતોને વેક્સીનનો લાભ લેવા કહ્યું હતું.
આ પણ વાંચો:- Surat માં Corona Vaccine નો ત્રીજો તબક્કો શરૂ, મહિલા MP સહિત રાજકીય અગ્રણીઓએ મુકાવી રસી
તો બીજી તરફ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે કોરોના વેક્સીન લીધી. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે મંગલમ હોસ્પિટલ ખાતે વેક્સીન લીધી હતી. ત્યારે વેક્સીન લીધા બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે, વેક્સીન લેવી ખુબ જરૂરી છે. દરેક વ્યક્તિએ વેક્સીન લેવી જોઇએ અને હું તમામ લોકોને વેક્સીન લેવા અપીલ કરું છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube