Corona vaccine: સાબરકાંઠા જિલ્લામાં આજે રસીકરણનું મહાઅભિયાન, 189 સેન્ટર પર લોકોને અપાશે વેક્સિન
સાબરકાંઠા જિલ્લામાં આજે 189 સેન્ટર પર 30,200 ડોઝ આપવાનું લક્ષ્ય છે. સૌથી વધુ પોશીના તાલુકામાં 44 સેન્ટર પર રસી આપવામાં આવશે.
સાબરકાંઠાઃ ગુજરાતમાં હવે કોરોના વાયરસના કેસમાં મોટો ઘટાડો થઈ ગયો છે. રાજ્યમાં કોરોના સામે સુરક્ષા આપવા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં બે દિવસના વિરામ બાદ આજથી ફરી રસીકરણ અભિયાન શરૂ થવાનું છે. જિલ્લામાં આજે 189 સેન્ટર પર 30,200 ડોઝ આપવાનું લક્ષ્ય છે. સૌથી વધુ પોશીના તાલુકામાં 44 સેન્ટર પર રસી આપવામાં આવશે. ઈડર અને તલોદ તાલુકાના એક-એક સેન્ટર પર કોવેક્સિન રસી અને બાકીના સેન્ટરો પર કોવિશીલ્ડના ડોઝ આપવામાં આવશે. જિલ્લાના આઠ તાલુકામાં PHC,CHC અને સિવિલ હોસ્પિટલોમાં રસીકરણ યોજાશે. હિંમતનગર તાલુકાના 31 સેન્ટર, ઇડર તાલુકાના 23 સેન્ટર, વડાલી તાલુકાના 12 સેન્ટર, પ્રાંતિજ તાલુકાના 16, તલોદ તાલુકાના 22 સેન્ટર અને ખેડબ્રહ્મા તાલુકામાં કુલ 35 સેન્ટર પર રસી આપવામાં આવશે.
રાજ્યમાં કોરોના કાબુમાં
રાજ્યમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 13 દર્દી સાજા થયા હતા. અત્યાર સુધી 8,15,179 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચી ચુક્યો છે. જે ગુજરાત માટે ખુબ જ સકારાત્મક સમાચાર છે.
આ પણ વાંચોઃ Monsoon: રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ, આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં હાલ કુલ 150 કેસ એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 146 નાગરિકો સ્ટેબલ છે. 8,15,179 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10081 નાગરિકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું તે રાહતના સમાચાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube