Breaking : વડોદરામાં કોરોનાનો વધુ એક કેસ પોઝિટિવ
હાલમાં આ વ્યક્તિ સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ છે. આમ, ગુજરાતમાં કોરોનાપીડિત દર્દીઓની કુલ સંખ્યા 48 થઈ છે.
રવિ અગ્રવાલ, વડોદરા : આજે વડોદરામાં કોરોના વાયરસ (Coronavirus)નો વધુ એક પોઝિટિવ કેસ આવ્યો છે. આમ, વડોદરામાં કોરોના વાયરસના કુલ 9 કેસ થયા છે. આ દર્દીને યુકેથી આવેલા કોરોનાપીડિત ભાઈના સંપર્કમાં આવતા કોરોના થયો છે. આ દર્દી લંડનથી આવેલા પોતાના કોરોના પોઝિટિવ ભાઈના સતત સંપર્કમાં હતો અને હવે તે પણ કોરોનાગ્રસ્ત બન્યો છે. આમ, ગુજરાતમાં કોરોનાપીડિત દર્દીઓની કુલ સંખ્યા 48 થઈ છે.
ગુજરાતમાં કોરોના વાયરસને કારણે હાહાકાર મચી ગયેલો છે જેને કારણે ગુજરાતમાં 48 પોઝિટિસ કેસ સામે આવ્યાં છે. ગઈકાલે સાંજે રાજકોટમાં પોઝિટિસ કેસ સામે આવ્યાં હતાં. જ્યારે કોરોનાના કારણે ગુજરાતમાં 3 લોકોનાં મોત નિપજ્યાં છે.
કોરોના વાયરસના અમદાવાદમાં 15, રાજકોટમાં 8, વડોદરામાં 9, સુરતમાં 7 અને ગાંધીનગરમાં 7 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર અને કચ્છમાં કોરોના વાયરસનો એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે. હવે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંકડો 48 થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube