....નહિ તો 15 મે સુધી અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 50 હજાર કેસ થઈ જશે : વિજય નહેરા
આજ રીતે અમદાવાદમાં કોરોનાના કેસ વધતા રહેશે તો અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 8 લાખને પાર થઈ શકે છે. તો સાથે જ 15 મે સુધી અમદાવાદમાં 50 હજારથી વધુ કોરોનાના કેસ થઈ શકે છે. આવા દાવો અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા કરવામાં આવ્યો છે.
ઝી મીડિયા/બ્યૂરો :આજ રીતે અમદાવાદમાં કોરોનાના કેસ વધતા રહેશે તો અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 8 લાખને પાર થઈ શકે છે. તો સાથે જ 15 મે સુધી અમદાવાદમાં 50 હજારથી વધુ કોરોનાના કેસ થઈ શકે છે. તેવી વાત અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા કરવામાં આવ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે, કોરોનાનો ચેપ કેટલા ઝડપથી ફેલાઈ રહ્યો છે તે તેના કેસ ડબલિંગ રેશિયો પરથી જાણી શકાય છે. અમદાવાદમાં 17 એપ્રિલના રોજ 600 કેસ હતા, જે 20 એપ્રિલના રોજ ડબલ થઈને 1200થી વધુ થઈ ગયા. 17થી 20 એપ્રિલ વચ્ચે કેસ ડબલિંગ વધી ગયું. દર ત્રીજા દિવસે કેસ ડબલ થતા હતા. હવે કેસ ડબલિંગ રેશિયો ચાર દિવસનો થઈ ગયો છે. દર ચોથા દિવસે કેસ ડબલ થાય છે. જો આમને આમ કેસ વધતા રહેશે તો 15 મે સુધીમાં લગભગ 50 હજાર કેસ થાય અને 31 મે સુધી 8 લાખ કેસ થઈ જાય. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 24 કલાકમાં 151 કેસ અને 7 લોકોના મોત થઈ ગયા છે.