અમદાવાદ : કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં અનેક મોટા આયોજનો રદ્દ કરવામાં આવી રહ્યા છે. દેશ સહિત રાજ્યમાં પણ અનેક કાર્યક્રમો રદ્દ થઇ રહ્યા છે. તેવામાં કોરોના વાયરસને કારણે IIM પદવીદાન સમારંભ રદ્દ કરવામાં આવ્યો છે.  21 માર્યે યોજાનારા પદવીદાન સમારંભને આઇઆઇએમ અમદાવાદ દ્વારા રદ્દ કરવાની અધિકારીક જાહેરાત કરી દીધી છે. રાજ્યમાં કુલ 65 કેસ શંકાસ્પદ કોરોનાના નોંધાયા હતા. જો કે તે પૈકી 63 રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને એક પ્રકારે હાશકારો થયો છે. 2 લોકોનાં રિપોર્ટની હજી રાહ જોવાઇ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાયરા દુષ્કર્મ કેસમાં એટ્રોસિટી, દુષ્કર્મ, અપહરણ અને હત્યાની કલમો રદ્દ કરવા SITની ભલામણ
અત્રે ઉલ્લેખનીય છે કે, WHO દ્વારા કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી દેવામાં આવી છે. જેના પગલે ભારત સરકાર દ્વારા વાઇરસનાં ખતરાને ખાળવા માટે 14 દિવસ માટે ચીન, કોરિયા, ઇટાલી, ઇરાન ફ્રાંસ, સ્પેન અને જર્મનીનાં પ્રવાસીઓ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત શંકાસ્પદ કોરોનાનાં દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવી રહ્યા છે. ઉપરાંત આ દર્દીઓ જેનાં પણ સંસર્ગમાં આવ્યા હોય તેવા તમામ શંકાસ્પદનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube