• અમદાવાદના પ્રખ્યાત તળાવોમાંથી લેવાયેલા સેમ્પલ પણ પોઝિટિવ આવ્યા

  • અત્યાર સુધી દેશના કેટલાક શહેરોમાં સિવેજ લાઈનમાં કોરોના વાયરસ મળ્યો હોવાની પુષ્ટિ થઈ


ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોનાની સૌથી ખતરનાક અને ગંભીર ખબર સામે આવી છે. અમદાવાદની (ahmedabad) ની સાબરમતી નદી (sabarmati river) માંથી કોરોના વાયરસ મળી આવ્યો છે. સાબરમતી નદીમાંથી લેવાયેલા તમામ નમૂના કોરોનાથી સંક્રમિત નીકળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની લાઈફલાઈન સાબરમતી નદીમાં પણ કોરોના વાયરસ હોવાનો પુરાવો સામે આવ્યો છે. માત્ર સાબરમતી નદી જ નહિ, અમદાવાદના પ્રખ્યાત તળાવોમાંથી લેવાયેલા સેમ્પલ પણ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદના કાંકરિયા, ચંડોળા લેકમાંથી લેવાયેલા સેમ્પલ પણ પોઝિટિવ નીકળ્યા છે. IIT ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાઓ દ્વારા આ સરવે હાથ ધરાયો હતો. ગત વર્ષે સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી હતી, તે દરમિયાન કોરોનાની હાજરી વિશે ખબર પડી હતી. તે અભ્યાસ બાદ પ્રાકૃતિક જળ સ્ત્રોત વિષે જાણકારી મેળવવા માટે ફરી અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચો : મુખ્યમંત્રી બનવાની રેસમાં જાતિવાદ કેમ આવ્યો, જનતા નક્કી કરશે કે સમાજ?


અત્યાર સુધી દેશના કેટલાક શહેરોમાં સિવેજ લાઈનમાં કોરોના વાયરસ મળ્યો હોવાની પુષ્ટિ થઈ છે. પણ પહેલીવાર પ્રાકૃતિક જળ સ્ત્રોતમાં પણ કોરોના વાયરસ મળ્યો છે. લેવાયેલા સેમ્પલમાં કોરોના વાયરસની હાજરી ઘણી વધુ જોવા મળી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, કોરોના વાયરસ પ્રાકૃતિક જળમાં પણ જીવિત રહી શકે છે. તે માટે જાણકારો કહી રહ્યા છે કે, તમામ પ્રાકૃતિક જળ સ્ત્રોતની તપાસ કરવી જરૂરી છે.


સુરત ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો : જોખમી કેમિકલથી ઘરમાં જ એમડી ડ્રગ્સ બનાવતો હતો આરોપી


આ બાદ આગળ શું કરી શકાય તે વિશે મનીષ કુમારે વધુમાં જણાવ્યું કે, પાણીમાં કેટલાક વાયરસ જોવા મળ્યા છે. જોકે, પાણીથી વાયરસનો ખતરો હોવાનું હજી સિદ્ધ થયુ નથી. પણ હજી મોનિટરિંગ કરવાની જરૂર છે. પણ જ્યાંથી વધુ પ્રમાણમાં પાણી લેવાય છે ત્યા ધ્યાન રાખવાની જરૂર છે, આ પાણીમાં કેટલાક ટકા વાયરસ જીવતા રહી શકે છે. તેના રિસ્ક પણ છે, પણ તે વધુ નથી. તેથી મોનિટરિંગ સિસ્ટમ અને ગાઈડલાઈન હોવી જરૂરી છે. આ મામલે સતર્ક રહેવાની જરૂર છે.