ગુજરાતના આ પ્રોફેસરે સાબરમતી નદીમાં કોરોના વાયરસ હોવાનું સૌથી પહેલા શોધી કાઢ્યું
- સાબરમતી નદી, કાંકરિયા અને ચંડોળા તળાવમાંથી કોરોના વાયરસ મળ્યો
- સાબરમતીના સેમ્પલમાં કોરોના વાયરસની હાજરી કેટલી ખતરનાક છે તે કહેવું હાલ મુશ્કેલ
ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદની સાબરમતી નદી (sabarmati river) માંથી કોરોના વાયરસ મળી આવ્યો છે. અમદાવાદના કાંકરિયા, ચંડોળા લેકમાંથી લેવાયેલા સેમ્પલ પણ પોઝિટિવ નીકળ્યા છે. આ સંશોધન આઈઆઈટી ગાંધીનગરના પ્રોફેસર મનીષકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. ચાર મહિનામાં 16 જેટલા સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 5 સેમ્પલ પોઝિટિવ નીકળ્યા છે. જોકે, એએમસીના પાણી પુરવઠા વિભાગ દ્વારા દર અઠવાડિયા સાબરમતી નદીમાંથી પાણીના સેમ્પલ લેવાય છે, પરંતુ તેમના ટેસ્ટીંગમાં કોઈ વાયરસ (corona virus) મળ્યો ન હતો.
અમદાવાદની લાઈફલાઈન સાબરમતી નદીમાં પણ મળ્યો કોરોના વાયરસ
પહેલી લહેર સમયે સેમ્પલ લેવાયા હતા
ઝી 24 કલાકની ખાસ વાતચીતમાં મનીષ કુમારે જણાવ્યું કે, સાબરમતી નદી, કાંકરિયા અને ચંડોળા તળાવમાંથી કોરોના વાયરસ મળ્યો છે. રાજ્યમાં આવેલી કોરોનાની પહેલી લહેર વખતે ડિસેમ્બર સુધીના સંશોધનના આ પરિણામો છે. ડિસેમ્બર બાદ આવેલી બીજી લહેર અંગે હજુ કોઈ જ પ્રકારનું સંશોધન થયું નથી. જેમાં સંશોધન કરવાની જરૂર છે. માત્ર ગુજરાત જ નહિ. અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારે કોરોના પાણીમાં મળી આવ્યો છે. રાજ્ય સરકારના પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આ રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી બનવાની રેસમાં જાતિવાદ કેમ આવ્યો, જનતા નક્કી કરશે કે સમાજ?
પાણીનો વાયરસ કેટલો ખતરનાક તે કહેવું મુશ્કેલ
III ગાંધીનગરના પ્રોફેસર મનીષ કુમારે કોરોના વાયરસની હાજરીને લઈ કરેલા સંશોધનથી મોટો ખુલાસો થયો છે. સાબરમતી નદીના પાણીમાં પણ કોરોના વાયરસની હાજરી મળી આવી છે. પ્રોફેસર મનીષ કુમારે જણાવ્યું કે, સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2020 સુધીમાં સાબરમતી નદીના 16 જેટલા સેમ્પલ લીધા હતા. જેમાં કોરોના વાયરસની હાજરી મળી છે. આ સિવાય કાંકરિયા અને ચંડોળા તળાવના પણ સેમ્પલ લીધા હતા.. જો કે સાબરમતીના સેમ્પલમાં કોરોના વાયરસની હાજરી કેટલી ખતરનાક છે તે કહેવું હાલ મુશ્કેલ છે. કોરોના વાયરસ ડેથ છે કે લાઈવ છે તે જાણીને તેના અંગે અભ્યાસ કરવો જરૂરી છે. આ સિવાય પ્રોફેસર મનીષ કુમારે સંશોધનને વધુ આગળ લઈ જતા કેટલાક અન્ય સેમ્પલ પણ લીધા છે તેનો રિપોર્ટ ટૂંક સમયમાં તેઓ જાહેર કરશે.
પહેલા વરસાદમાં ધોવાયેલા રોડે પાદરા પાલિકાની કામગીરીની પોલ ખોલી, અનેક વાહનોને અકસ્માત સર્જાયા
એએમસીએ લીધેલા સેમ્પલમાં વાયરસ ન મળ્યો
તો બીજી તરફ, IIT ગાંધીનગર દ્વારા લેવાયેલા વોટર સેમ્પલનો મામલે Amc ના પાણી પુરવઠા વિભાગના વડા હરપાલસિંહ ઝાલાએ કહ્યું કે, આ સેમ્પલ ક્યારે અને કેવી રીતે લેવાયા એની અમને કોઈ માહિતી નથી. લેવાયેલા સેમ્પલનું ટેસ્ટીંગ ક્યાં અને કઈ પદ્ધતિથી કરાયું એ અંગે પણ અમને કોઈ માહિતી નથી. અમે રાજય સરકારની સંસ્થાને દર અઠવાડિયે નિયમિત રીતે પાણીના સેમ્પલ મોકલીએ છીએ. રાજ્ય સરકારની ગુજરાત બાયોટેક રિસર્ચ સેન્ટરે અમને 11 સ્થળ આપ્યા છે, તે મુજબ તેઓને સેમ્પલ આપીએ છીએ. અહેવાલ મુજબના 3 સ્થળેથી પણ અમે સેમ્પલ લઈને સરકારમાં મોકલીશું. 11 સ્થળેથી નિયમિત સેમ્પલ લઈને અમે રાજ્ય સરકારને આપીએ છીએ. માનવીના ઉપયોગ બાદના વેસ્ટ વોટરમાં વાયરસની હાજરી શક્ય હોઈ શકે છે, પણ ફ્રેશ વોટરમાં આ વાયરસ હોય એવી માહિતી હજી વિશ્વમાં સામે આવી નથી
.